March 21, 2025
ગુજરાત

ગાંધીનગર: બીજેપી પ્રદેશ સંગઠનની ચર્ચા વચ્ચે CM અને સી.આર. પાટીલનો ગુજરાત પ્રવાસ, જાણો શું છે રણનીતિ?

થોડા સમય પહેલાં જ ભાર્ગવ ભટ્ટની ભાજપના પ્રદેશ સંગઠનમાંથી મહામંત્રી પદેથી હકાલપટ્ટી થયા બાદ પ્રદેશ સંગઠનમાં વધુ મોટા ફેરફારની ચર્ચા હાલ થઈ રહી છે. ત્યારે આ ચર્ચા વચ્ચે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાત પ્રવાસ કરવાનું નક્કી કર્યું છે. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુજરાત ભ્રમણ કરવાના હોય તેવા સમાચાર મળી રહ્યા છે. માહિતી મુજબ, વન ડે વિથ વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હેઠળ ગુજરાત ભાજપના આ બંને નેતાઓ દરેકે જિલ્લાની મુલાકાત કરવાના છે.

પેજ સમિતિ મોડલની સમીક્ષા માટે ગુજરાત ભ્રમણ

જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણી પહેલા જ સી.આર. પાટીલે વન-ડે ઇન વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમના નામે એક આખો દિવસ એક જિલ્લામાં પસાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે પાટીલ લોકસભા ચૂંટણી પહેલા પણ બૂથ લેવલ સુધી અને પેજ સમિતિના મોડલની સમીક્ષા કરવા માટે ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે.

માહિતી મુજબ, ​આ દરમિયાન તેઓ સાંસદો, ધારાસભ્યો, સંગઠનના નેતાઓ અને બૂથ સમિતિ સુધીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. જ્યારે મુખ્યમંત્રીનો ઉદ્દેશ્ય સરકારી યોજનાને સામાન્ય લોકો સુધી પહોંચાડવા પર આધારિત રહેશે. તેઓ પણ દરેકે જિલ્લામાં નવા પ્રકલ્પોના ઉદ્ઘાટન કરવા જિલ્લા સરકારી તંત્ર સાથે મુલાકાત કરીને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આ બેઠકોમાં પણ પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ હાજર રહેશે.

Related posts

અમદાવાદના કાલુપુરમાં યુવતીની છેડતી

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લૂંટની વારદાતને અંજામ આપતા આધેડનું મૃત્યુ થયું

Ahmedabad Samay

L.G. ગ્રાઉન્ડ ભાડે આપતાં મણીનગર ના યુવાનો એ વિરોધ નોંધાવ્યો,મેયર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ.

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ

Ahmedabad Samay

16 કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર તૈયાર, દિવ્યાંગો માટે શરુ થશે કોર્સ

Ahmedabad Samay

પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો