August 13, 2026
દુનિયારમતગમત

T20 વલર્ડ કપ ઓસ્ટ્રેલિયાએ કર્યું કબજે, શાનદાર પ્રદશન કરી મેળવ્યો વલર્ડ કપનો તાજ

ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની તોફાની ઇનિંગ્સના બળે T20 વર્લ્ડ કપ 2021 પર કબજો કર્યો. ન્યૂઝીલેન્ડના 173 રનના પડકારને હાંસલ કરવામાં ઓસ્ટ્રેલિયાને વધારે મુશ્કેલી ન પડી. માર્શ અને વોર્નરની શાનદાર અડધી સદીએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. ઓસ્ટ્રેલિયાની જીતમાં ફાસ્ટ બોલર જોશ હેઝલવુડનો પણ મહત્વનો ભાગ હતો. હેઝલવુડે 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સાથે જ એન્ડમ ઝમ્પાએ પણ 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને શાનદાર ઇનિંગ રમી હતી. વિલિયમસને 48 બોલમાં 85 રન બનાવ્યા હતા પરંતુ વોર્નર અને માર્શની સામે તેની ઈનિંગ્સ બેફામ સાબિત થઈ હતી. વોર્નર અને માર્શે બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડની જીતની તક છીનવી લીધી હતી.

 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કાંગારૂ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેનો કેપ્ટન એરોન ફિંચ માત્ર 5 રનના  સ્કોર પર ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. આ પછી મિશેલ માર્શ ક્રિઝ પર આવ્યો અને તેણે પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને પોતાનો ઈરાદો બતાવી દીધો. માર્શ આવતાની સાથે જ ડેવિડ વોર્નરે પણ આક્રમક વલણ અપનાવ્યું હતું. બંને બેટ્સમેનોએ માત્ર 35 બોલમાં અડધી સદીની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ 10 ઓવરમાં 82 રન બનાવ્યા હતા અને આ દરમિયાન ડેવિડ વોર્નરે 34 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. વોર્નર અડધી સદી ફટકારતાની સાથે જ 53 રનના અંગત સ્કોર પર બોલ્ટનો શિકાર બન્યો હતો, પરંતુ માર્શ ક્રિઝ પર જ રહ્યો હતો.

માર્શે તેની ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી અને માત્ર 31 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. મિશેલ માર્શ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ જ મેચમાં 32 બોલમાં અડધી સદી ફટકારનાર કેન વિલિયમ્સનનો રેકોર્ડ તોડ્યો હતો. ગ્લેન મેક્સવેલે પણ માર્શ સાથે શાનદાર ઇનિંગ રમી અને સાથે મળીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ T20 વર્લ્ડ કપ જીત અપાવી. હતી

Related posts

JIO ના માલિક આકાશ અંબાણીનું નામ ટાઇમ મેગેઝિનની વિશ્વના ઉભરતા લીડર  Time100નેક્‍સ્‍ટની યાદીમાં સામેલ કરવામાં આવ્‍યુ

Ahmedabad Samay

મોરોક્કોમાં શુક્રવારે રાત્રે આવેલા ભયાનક ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૦૩૭ લોકોના મોત થયા

Ahmedabad Samay

IND Vs WI: ત્રીજી T20માં મોટા ફેરફારોની માંગ, ભારતીય દિગ્ગજ ખેલાડીએ કહ્યું- આ ખેલાડીને બાકાત રાખો

Ahmedabad Samay

એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા 26 વર્ષીય ગુલવીરે 28 મિનિટ 38.63 સેકન્ડનો સમય લઇને ગોલ્ડ મેડલ જીત્યો

Ahmedabad Samay

World Cup 2023: ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ થઈ શકે છે આજે જાહેર , ભારત- પાકિસ્તાન 15 ઓક્ટોબરે સામ- સામે ટકરાશે

Ahmedabad Samay

IND Vs AUS: વરસાદ ભારત-ઓસ્ટ્રેલિયા ODIમાં બની શકે છે વિઘ્ન, જાણો વિશાખાપટ્ટનમમાં આજે કેવું રહેશે હવામાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો