September 21, 2026
ગુજરાતઅપરાધ

કિન્નરને લિફ્ટ આપવુ પડ્યુ ભારે, નરોડા વિસ્તારમાં વેપારી સાથે બન્યો લૂંટનો બનાવ

નાના ચિલોડા પાસે રહેતા કમલભાઈ મોરવાણી રતનપોલમાં બંગડીઓનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ઓક્ટોબર માસમાં તેઓ દુકાનેથી કામ પતાવી કાલુપુર તરફ ગયા હતા. જ્યાં કામ પતાવી ઘર તરફ જતા હતા. મોડી રાત્રે સાડા બારેક વાગ્યે તેઓ નરોડા પાટિયા પાસે પહોંચ્યા ત્યારે રસ્તામાં એક કિન્નરના સ્વાંગમાં ઉભેલા વ્યક્તિએ હાથ બતાવતા કમલભાઈએ તેમનું વાહન રોકયું હતું.

કિન્નરના સ્વાંગમાં રહેલ વ્યક્તિએ ઘરે જવાનું મોડું થઈ ગયું હોવાથી મદદ માંગી અને કોઈ રિક્ષાવાળા આવવા તૈયાર ન હોવાથી કમલભાઈએ તેઓને મદદ પુરી પાડી હતી. બાદમાં કમલભાઈ આ કિન્નરના સ્વાંગમાં રહેલ વ્યક્તિને વાહન પર બેસાડી ત્યાંથી નીકળ્યા હતા. આ શખ્સે નરોડા બેઠક તરફ વાહન લઈ જવાનું કહેતા કમલભાઈ તે તરફ જતા હતાં. ત્યાં નરોડા જીઆઇડીસીની ગલીમાં વાહન લેવાનું કહેતા પોસ્ટ ઓફિસ આવી અને બાદમાં ત્યાં જ એક શખ્સ આવી ગયો હતો.

આ અંગે કમલભાઈએ જણાવ્યું કે, માસીબા એ મદદ માંગી જેથી તેઓને ઘરે મુકવા જતો હતો. પણ કિન્નરના સ્વાંગમાં રહેલ વ્યક્તિ અને સાથેના શખ્સે તારી પાસે જે કઈ હોય એ આપી દે નહિ તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવાની શરૂઆત કરી હતી. આ બને શખ્સોએ બાદમાં કમલભાઈને મારમારી ઝપાઝપી કરી બે વીંટી અને રોકડા સહિત 34 હજારની મતા લૂંટી લીધી હતી. સમગ્ર બાબતે તપાસ કરતા લિફ્ટ માગનારનું નામ નિરજ ઉર્ફે નીલુમાસી વણઝારા હોવાનું સામે આવ્યું હતું. આખરે કમલભાઈએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

Related posts

ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થશે

Ahmedabad Samay

ઓઢવ પોલીસ સ્ટેશનમાં બદનામીના કેસમાં આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરપાલિકા બજેટ સભામાં 49 કરોડ ની આવક અને એક કરોડની પુરાત વાળું બજેટ મંજુર કરાયું

Ahmedabad Samay

આ મહિનાના અંતમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં છુટાછવાયા સ્‍થળોએ ફરી માવઠાની શક્‍યતા

Ahmedabad Samay

વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અનુસરવી

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો