September 22, 2026
ગુજરાત

ઇંડા અને નોનવેજની લારીઓ વાળા પર સરકારી બાબુઓ ની તવાઇમાં દેશી દારૂના અડ્ડા કડક કાયદા હોવા છતા કેમ બાકાત ?

સરકારે જે રીતે ઈંડાની અને અન્ય નોનવેજની લારીઓ બંધ કરવા એક્શન મોડ છે જો તેવીજ કવાયત દારૂ બંધી માટે હાથ ધરી હોત તો આજે આપણા ગુજરાતમાં ઘણા પરિવાર બરબાદ થવાથી બચી ગયા હોત,

દારૂના અડ્ડા વાળાના ત્યાંથી બધાને હપ્તો મળતો હોવાથી બધા ગુંગા બહેરા બની જાય છે અને બિચારા રોજ મજૂરી કરી ગુજરાન ચલાવતા હોય છે જો એમની લારીઓ બંધ કરવામાં આવશે તો એ લોકો શુ કરશે ?

દારૂના અડ્ડા વાળા તો રોજના બે ત્રણ લાખ ના હપ્તા આપતા હોય છે માટે ત્યાં પોલીસ વાળા કે આટલા બધા સંગઠનો જતા નથી દારૂ બંધી માટે કડકમાં કડક કાયદા કાનૂન હોવા છતા દેશી દારૂના અડ્ડા બંધ થતા નથી ઉપરથી નવા ને નવા અડ્ડાઓ શરૂ થઇ જાયછે છતાંય કોઈ માયકા લાલની કે સરકારી બાબુની તાકાત નથી થતી

હમણાં જે રીતે સરકારી બાબુઓ બિચારા મજૂરી કરી ગુજરાન ચલાવે છે તે લારીઓ બંધ કરવા મોટા મોટા સરકારી બાબુઓ મેદાનમાં ઉતર્યા છે જો એટલીજ હિંમત દારૂના અડ્ડા બંધ કરવા માટે બતાવી હોત તો આજે કેટલાય ઘરના ઉજડવાથી રહી ગયા હોત.

સરકારના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવો જોઈએ અને જો સરકારે કરવું હોયતો પહેલા દેશી દારૂના અડ્ડા બંધ કરવા જોઈએ પછી ઇંડા અને નોનવેજની લારીઓ બંધ કરાવી જોઈએ

Related posts

ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ધો.1થી 8 સુધી ગુજરાતી ફરજિયાત, અમિત ચાવડાએ કહ્યું- વિદ્યાર્થીઓ માટે જ નહીં, સરકારી બાબૂઓ પણ…

Ahmedabad Samay

દેશમાં હાલ બહુમતીના જોરે રચાયેલી સરકારે અસહય મોંઘવારી વધારી : પરેશ ધાનાણી

Ahmedabad Samay

૧૧૬ જેટલા ASI ને PSI તરીકે આપ્યું પ્રમોશન

Ahmedabad Samay

કલેકટર કચેરી ખાતે કોરોના મૃતકના સહાય ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ તરફથી કામિનીબેન ઝા ને તક અપાઇ, આ વખત જીત હાશેલ થઇ શકે તેવી શકયતા

Ahmedabad Samay

આજથી અહીં રિવર ક્રૂઝની સવારીનો આનંદ પણ માણી શકાશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો