September 22, 2026
ગુજરાત

કિશન ભરવાડ હત્યા કેસમાં હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

ગુજરાતમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ યુવક કિશન ભરવાડની હત્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે.

આ કેસમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા બાદ તપાસ ATSને સોંપવામાં આવી છે. આ મામલે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની આતંકવાદી ગતિવિધીઓમાં સંડોવણી હોવાનું સામે આવતા તેમના વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધી આરોપીઓ વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, ષડયંત્ર અને આર્મ્સ એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. જો કે આ ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. અનેક ઠેકાણે બંધનું એલાન આપવા સાથે જ હિન્દુ સંગઠનો દ્વારા ન્યાયની માંગ સાથે આવેદનપત્રો આપવામાં આવી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાંથી આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે. જેના પગલે ગુજરાત ATS દ્વારા આ કેસમાં કેસમાં ગુજસીટોક અને UAPA કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.

કિશન ભરવાડની હત્યા કેસમાં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જે પૈકી બે મૌલવી જમાલપુરના મૌલાના અયુબ જાવરાવાલા, દિલ્લીના મૌલવી કમરગની ઉસ્માની, ગોળીબાર કરનાર શબીર અને હત્યા સમયે બાઈક ચલાવનાર ઈમ્તિયાઝ અને હથિયાર પૂરા પાડનાર રાજકોટના અજીમ સમા સામેલ છે. દિલ્હીના મૌલાના કમરગનીની પાકિસ્તાની સંગઠન સાથે સંડોવણી પણ સામે આવી છે. હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

Related posts

આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ બાદ 1 થી 5 ધોરણ પ્રાથમીક શાળામાં શરૂ થશે

Ahmedabad Samay

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

ગુલાબી ઠંડીનો સમય ગયો હવે,વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે તાપમાન ઘણું નીચે જશે

Ahmedabad Samay

આજે શનિ અમાવસ્યનો દિવસ,શનિ દોષ, સદેસતી અથવા ધૈયાથી પીડિત લોકો માટે આ દિવસ શુભ

Ahmedabad Samay

રેમડેસીવીર પાછળના ભાગો ડેકસામેથાસોન પણ એજ કામ કરે છે, સસ્તી અને સરળતાથી દરેક મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ

Ahmedabad Samay

નવરાત્રીના ગરબા ઉપર પણ GSTની કુદ્રષ્ટિ પડી, ગરબાના પાસ ઉપર ૧૮ % GST લાગુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો