અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદે મોડી રાત્રે વિરામ લીધા બાદ પણ સોસાયટીઓમાં પાણી જોવા મળી રહ્યા છે. સ્ટોર્મ વોટર લાઈન નાખ્યા બાદ પણ શહેરમાં એજ સ્થિતિ જોવા મળી રહી છે. કરોડો રુપિયા ખર્ચ કરાયા બાદ પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસરતા નથી. વરસાદમાં અમદાવાદમાં એકથી દોઢ કલાકમાં વરસાદના વિરામ બાદ પાણી ઓછા થશે તેઓ દાવો સત્તાધીશો અને અધિકારીઓ કરતા હોય છે. તે છતાં પાણી ઓસરતા જ નથી. આ જ સ્થિતિના કારણે પાણી જ પાણી શહેરોની કેટલીક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તાકરમાં જોવા મળી રહ્યા છે.
ખાસ કરીને પશ્ચિમની વેજલપુર સહીતની સોસાયટીઓ તેમજ પૂર્વ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ગઈકાલ મોડી સાંજે વરસાદ વરસ્યો હતો અને આ વરસાદ મોડી રાત સુધી પડ્યો હતો. ત્યારે આજે પણ વધુ વરસાદની આગાહી અમદાવાદમાં કરવામાં આવી રહી છે. જેથી વધુ વરસાદ અમદાવાદમાં પડતા વધુ સ્થિતિ અમદાવામાં પાણી ભરાતા બગડી શકે છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગઈકાલે વરસાદ ખાબક્યો હતો ત્યારે ઘણા લોકો વરસાદમાં સાંજે ફસાયા પણ હતા. ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. એસજી હાઈવે, પ્રહલાદનગર, રીંગ રોડ સહીતના વિસ્તારોમાં ભારે ટ્રાફીક સર્જાયો હતો. ત્યારે સોસાયટીઓ, રસ્તાઓ પર પણ પાણી ભરાયા હતા.