પ્રીતિ ઝિન્ટાના ઘરે ખુશીનો પ્રસંગ આવ્યો છે. અભિનેત્રીના ઘરમાં કિલકારીઓ ગૂંજી ઉઠી છે. પ્રીતિ ઝિન્ટા બે જોડિયા બાળકોની માતા બની છે. પ્રીતિએ પોતાના જીવનની આ સૌથી ખુશીની ક્ષણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. પોસ્ટમાં પ્રીતિએ પોતાના બે બાળકોના નામ પણ ફેન્સને જણાવ્યા છે.
પ્રીતિ ઝિંટાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના પતિ સાથેની તસવીર સાથે આ ખાસ ખુશખબર આપી છે. પ્રીતિએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, હું આજે તમારી સાથે અમારા અમેઝિંગ ન્યૂઝ શેર કરવા ઇચ્છું છું. હું અને જીન બહુ ખુશ છીએ. અમારા હૃદયમાં એટલું વધુ ગ્રેટિટ્યૂડ અને પ્રેમ ભરાઇ ગયું છે, કારણ કે અમારી પાસે બે જોડિયા બાળકો જય ઝિન્ટા ગુડનફ અને ગિયા ઝિન્ટા ગુડનફે જન્મ લીધો છે.
પ્રીતિ ઝિંટાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે અમારા જીવનના નવા તબક્કાને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. અમારી અદ્બુત યાત્રાનો ભાગ બનવા માટે તમામ ડોકટરો, નર્સો અને અમારી સરોગેટનો હૃદયપૂર્વક આભાર. બધાને ખૂબ પ્રેમ. પ્રીતિ ઝિન્ટાની આ પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે સરોગસી દ્વારા માતા બની છે. પ્રીતિએ પોસ્ટ શેર કરતાં તેના ફેન્સ કપલને તેમના બાળકોના જન્મની શુભેચ્છા પાઠવી રહ્યાં છે.”