November 8, 2026
ગુજરાતઅપરાધ

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી ગુડડુ યાદવને ફાસીની સજા ફટકારી

સુરતમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં સેશન્સ કોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારી છે. સોમવારે સુરત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યાના ૨૨ દિવસના રેકોર્ડ સમયમાં ગુડ્ડુ યાદવને બે વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યારે આજે સુરત કોર્ટે બળાત્કાર અને હત્યાના ગુનેગારને ફાંસીની સજાની જાહેરાત કરી છે.

સોમવારે બે વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ચાર્જશીટ દાખલ થયાના ૨૧ દિવસની અંદર કોર્ટે ૩૫ વર્ષીય આરોપી ગુડ્ડુ યાદવને દોષિત ઠેરવ્યો હતો. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટના વિશેષ ન્યાયાધીશ પીએસ કલાએ યાદવને દોષિત ઠેરવ્યો હતો. અગાઉ કોર્ટે પાંચ દિવસમાં સુનાવણી પૂરી કરી હતી, જેમાં ૪૨ સાક્ષી ચકાસવામાં આવ્યા હતા. સુરતના જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, ‘કોર્ટે પાંચ દિવસમાં સુનાવણી પૂર્ણ કરી છે અને ફરિયાદ પક્ષે ફાંસીની સજાની માંગ કરી છે.

ફાંસીની સજાની અમારી માંગને સમર્થન આપવા માટે કુલ ૩૧ ચુકાદાઓ ટાંકવામાં આવ્યા છે. પોલીસે અગાઉ ગુનેગારની ધરપકડના સાત દિવસની અંદર ૧૫ નવેમ્બરે ૨૬૪ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, માસુમ બાળકીની ૪ નવેમ્બરના રોજ અપહરણ, બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી અને ૭ નવેમ્બરના રોજ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

બીજા દિવસે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે યાદવની ધરપકડ કરી હતી. પોલીસને જીએઆઈટી વિશ્લેષણ, ડીએનએ પ્રોફાઇલિંગ, વિસેરા પરીક્ષણ અને સીસીટીવી ફૂટેજ વિશ્લેષણ જેવા વિવિધ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પરીક્ષણો ટૂંકા ગાળામાં કરવામાં આવ્યા હતા. પોલીસે સીઆરપીસી કલમ ૧૬૪ હેઠળ ગુનાનું રી-કન્સ્ટ્રક્શન, પરીક્ષણ ઓળખ પરેડ અને સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. એટલું જ નહીં, તપાસ દરમિયાન પોલીસે કડીઓ મેળવવા માટે વિસ્તારના ૫૦૦ થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી અને શરૂઆતમાં સગીરના અપહરણની જાણ કરવામાં આવી ત્યારે ૨૦૦થી વધુ પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી.

તપાસ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટે સોમવારે આરોપી ગુડ્ડુ યાદવને દોષિત ઠેરવ્યો હતો અને મંગળવારે તેને ફાંસીની સજા સંભળાવી હતી.

New up 01

Related posts

અમેરિકામાં બે મલયાલી મહિલાઓની હત્યા: મિત્ર જ બની આરોપી, 90 મિનિટમાં બે મોતથી ખળભળાટ

Ahmedabad Samay

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચમાધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ નું પરીક્ષાનું પરીણામ ૮૩.૦૮ ટકા જાહેર

Ahmedabad Samay

યુદ્ધ વચ્‍ચે lpg ગેસના જથ્‍થા સાથે ગઈકાલે એક જહાજ કચ્‍છના મુન્‍દ્રા પોર્ટ પર પહોંચ્‍યું

Ahmedabad Samay

ગાયનેકોલોજી વોર્ડમાં મહિલાઓના ખાનગી વીડિયો ચોરી લીધા અને વીડિયો વિદેશી પોર્નોગ્રાફિક નેટવર્કને વેચી દીધા

Ahmedabad Samay

કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર સ્પર્ધા યોજી

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં રાજધાની એક્સપ્રેસ જેવું સુપરફાસ્ટ કામનું નામ કાઉન્સિલર રાજેન્દ્ર સોલંકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો