September 21, 2026
ગુજરાત

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચમાધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ નું પરીક્ષાનું પરીણામ ૮૩.૦૮ ટકા જાહેર

ધો. ૧૦ ના લાખો છાત્રોનું પરીણામ આજે સવારે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર થયું છે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચમાધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ નું પરીક્ષાનું પરીણામ ૮૩.૦૮ ટકા જાહેર થયું છે. સમગ્ર ગુજરાત રાજયમાં ૮ લાખ ૯૨ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાથી ૬,૨૦,૫૩૨ છાત્રો ઉર્તિણ થયા છે.

ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલ ધો.૧૦ ના પરીણામ ૮૩.૦૮ ટકા છે. જયારે સમગ્ર ગુજરાત રાજયમાં A1 ગ્રેડ સાથે ૨૮૦૫૫ છાત્રોએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. જયારે A2 ગ્રેડમાં ૮૬૪૫૯ વિદ્યાર્થીઓ ઉર્તિણ થયા છે.

ધો. ૧૦ ના પરીણામમાં નિયમીત વિદ્યાર્થીઓનું પરીણામ ૭૯.૫૬% જયારે વિદ્યાર્થીનીઓનું પરીણામ ૮૭.૨૪% આવ્‍યું છે. અંગ્રેજી માધ્‍યમનું પરીણામ ૯૨.૫૮ ટકા અને ગુજરાતી માધ્‍યમનું પરીણામ ૮૧.૭૯ ટકા આવ્‍યું છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં લેવાયેલ માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજ્‍યના ૮૭ ઝોનના ૯૮૯ કેન્‍દ્રો પર લેવામાં આવેલ જેમાં ૩૨૦૩ પરીક્ષા સ્‍થળો અને ૩૧૩૯૭ પરીક્ષાખંડો ઉપયોગમાં લેવામાં આવ્‍યા હતા.

આ વર્ષે પણ પરીક્ષાર્થીઓના પરીક્ષાના પ્રવેશપત્ર (Hall Ticket) ઓનલાઈન મૂકવામાં આવેલા. જેથી પરીક્ષાર્થીઓને પોતાની શાળામાંથી તે સરળતાથી મળી ગયેલ. પ્રશ્નપત્રોના પાર્સલ ઝોન કચેરીએથી પરીક્ષાખંડ સુધી સુરક્ષિત પહોંચાડવાની કામગીરીને સુનિヘતિ કરવા માટે ÒPaper Box Authentication and Tracking Application નો ઉપયોગ કરવામાં આવેલ. આ વર્ષે પરીક્ષા સમયસર અને ખૂબ જ સારા વાતાવરણમાં લેવામાં આવી હતી.

આ પરીક્ષામાં કુલ ૭૬૨૪૮૫ નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા જે પૈકી ૭૪૬૮૯૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા અને ૬૨૦૫૩૨ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ ૮૩.૦૮ ટકા જાહેર કરવામાં આવેલ છે. જ્‍યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે ૮૨૩૧૩ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી ૭૮૬૧૩ પરીક્ષાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાંથી ૨૫૩૫૭ પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ ૩૨.૨૬ ટકા આવ્‍યું છે. આ ઉપરાંત GSOS પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ ૧૯૯૨૫ પરીક્ષાર્થીઓ પૈકી ૧૮૫૫૩ પરીક્ષાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાંથી ૫૦૪૩ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ ૨૭.૧૮ ટકા આવેલ છે.

જે વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા હોય અથવા પોતાનું ઈચ્‍છિત પરિણામ મેળવી શકયા ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓ હતાશ કે નિરાશ થયા વિના આગામી જૂન-૨૦૨૫માં યોજાનારી પૂરક પરીક્ષામાં ઉપસ્‍થિત થઈ પોતાનું પરિણામ સુધારી શકે તેવો અવકાશ છે. જેથી કોઈપણ વિદ્યાર્થી પૂરક પરીક્ષામાં બેસીને પરિણામને સુધારવા તક લઈ શકે છે.

આ પરીક્ષા સમગ્ર રાજયના ૯૮૯ કેન્‍દ્રોમાં લેવામાં આવેલ. મહેસાણા જિલ્લાનું કાંસા અને ભાવનગર જિલ્લાનું ભોળાદ કેન્‍દ્ર ૯૯.૧૧ ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું છે. જ્‍યારે ખેડા જિલ્લાનું અંબાવ કેન્‍દ્ર ૨૯.૫૬ ટકા પરિણામ મેળવી સૌથી છેલ્લે રહેલ છે.

આ પરીક્ષાની સઘળી કામગીરીમાં વિશ્વસનીયતા, ગુપ્ત અને ચોકસાઈ જાળવવા તેમજ પરિણામ સમયમર્યાદામાં પ્રસિદ્ધ કરવાની કામગીરીમાં સારસ્‍વતમિત્રો, કર્મચારીઓ અને અધિકારીઓનો સંપૂર્ણ સહકાર મળ્‍યો છે.

આ વર્ષે પરીક્ષા દરમ્‍યાન ગેરરીતિના ૧૨ કેસ નોંધાયેલ હતા. જ્‍યારે ઘ્‍ઘ્‍વ્‍સ્‍ કેમેરાના વીડિયો ફૂટેજના આધારે પ્રાથમિક રીતે ગેરરીતિમાં સામેલ જણાતા ૧૩૮ પરીક્ષાર્થીઓના પરિણામ અનામત રાખવામાં આવેલ, જેમની રૂબરૂ સુનાવણી બોર્ડની પરીક્ષા સમિતિ સમક્ષ કરી ગેરરીતિમાં સામેલ તમામ પરીક્ષાર્થીઓનો નિર્ણય કરવામાં આવેલ છે.

Related posts

૦૨ અઠવાડિયુ લંબાવ્યો લોકડાઉન.

Ahmedabad Samay

આજે વડાપ્રધાન મોદીજીના હસ્તે ૧૦:૩૦ કલાકે ભારતમાં COVID-19 રસીકરણ અભિયાનની શરૂઆત થશે.

Ahmedabad Samay

“ટચ ધ સ્કાય”ના શાહનવાજભાઈ શેખ દ્વારા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત કરી અને આવનારા ઇવેન્ટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના એપીએમસી-માર્કેટ યાર્ડ ખાતે યોજાશે

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

અમદાવાદની કૃષ્ણનગર પોસ્ટ ઓફીસે જોવા મળયો સોશિયલ ડીસ્ટેન્સનો અભાવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો