September 24, 2026
દુનિયારાજકારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ વિશ્વના લોકપ્રિય નેતાઓના લીસ્ટમાં સૌથી ઉપર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ વિશ્વના લોકપ્રિય નેતાઓના લીસ્ટમાં સૌથી ઉપર છે. વડાપ્રધાન મોદી ૭૧ ટકા રેટીંગ સાથે વિશ્વના નેતાઓના ગ્લોબલ રેટીંગ લીસ્ટમાં ટોચ પર છે. દુનિયાના લોકપ્રિય ૧૩ નેતાઓના લીસ્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન ૪૩ ટકા રેટીંગ સાથે છઠ્ઠા નંબર પર છે. ત્યાર પછી કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટુડો છે જેમને પણ ૪૩ ટકા રેટીંગ મળ્યા છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરીસનને ૪૧ ટકા રેટીંગ અપાયા છે. જણાવી દઇએ કે નવેમ્બર ૨૦૨૧માં પણ વડાપ્રધાન મોદીનું નામ દુનિયાના લોકપ્રિય નેતાઓના લીસ્ટમાં સામેલ હતું.

મોર્નીંગ કન્સલ્ટ પોલીટીકલ ઇન્ટેલીજન્સ હાલમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ફ્રાંસ, જર્મની, ભારત, ઇટલી, જાપાન, મેકસીકો, દક્ષિણ કોરીયા, સ્પેન, યુકે અને અમેરિકામાં રાષ્ટ્રાધ્યક્ષ અનુમોદન રેટીંગ અને દેશની ટ્રેજેકટરી પર નજર રાખે છે.

મોર્નિંગ કન્સલ્ટે પોતાની વેબસાઇટ પર જણાવ્યું હતું કે નવુ અનુમોદન રેટીંગ, ૧૩-૧૯ જાન્યુઆરી ૨૦૨૨ના એકમ કરાયેલ આંકડાઓ પર આધારિત છે. આ વેબસાઇટે મે ૨૦૨૦માં ૮૪ ટકા રેટીંગ સાથે વડાપ્રધાન મોદીને સૌથી વધારે રેટીંગ આપ્યું હતું જે મે ૨૦૨૧માં ઘટીને ૬૩ ટકા થઇ ગયું હતું.

New up 01

Related posts

“ફોર યોર નોલેજ” ઈતિહાસની એવી સત્યતા જેના થી આપ વાકેફ નથી

Ahmedabad Samay

રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમા પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્‌ કરી

Ahmedabad Samay

અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ કાર્યવાહી આપાતકાલની યાદ અપાવે છે : ગૃહમંત્રી અમિતશાહ

Ahmedabad Samay

ફ્રૂટ યાર્ડ તરીકે જાણીતા વંથલી યાડૅમાં કોંગ્રેસ શાસન ગુમાવે તેવી શક્યતા

Ahmedabad Samay

અમદાવાદ: આમ આદમી પાર્ટીને બે દિવસમાં લાગ્યો બીજો મોટો ફટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ છોડ્યો પક્ષ

Ahmedabad Samay

શું ઇન્ડિયા એલાયસ્ન પણ સરકાર બનાવવાની શક્યતા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો