March 25, 2025
ગુજરાત

મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો

રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર,ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી  દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.
રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.રર-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી  ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે.
હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં  તારીખ ૨૨ મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૨૯ જાન્યુઆરી સુધી કરવામાં આવશે

New up 01

Related posts

સમાનતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા “મધર્સ ડે” અને “ફેમિલી ડે” આ બન્ને દિવસોની સંયુક્ત ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

Ahmedabad Samay

રાજસ્થાનની 15 બેઠકો માટેના ભાજપ દ્વારા ઉમેદવારોના નામ પ્રથમ યાદીમાં જાહેર

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા બે ક્સ્ટમ્સ સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ:

Ahmedabad Samay

IPL ને આ વખત વિવો ના બદલે ટાટા કરશે સ્પોન્સર

Ahmedabad Samay

હરભોલે ચકલી બચાવ અભિયાન દ્વારા ચકલી માળો બાળકોને ભેટમાં આપવામાં આવી

Ahmedabad Samay

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો