પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વિપક્ષના નવા નામ INDIA પર પણ કટાક્ષ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે INDIA નામ રાખી લેવાથી કંઈ થતું નથી. ઇન્ડિયા તો ઈન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ લાગેલું છે. પીએમ મોદીએ કહ્યું કે PFI અને INCના નામમાં પણ ઇન્ડિયા લાગેલું છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ઇન્ડિયાના નામે લોકોને છેતર્યા. પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે લાગે છે કે વિપક્ષ લાંબા સમય સુધી સત્તામાં આવવા માંગતો નથી. આવો દિશાવિહીન વિપક્ષ ક્યારેય જોયો નથી.
મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી: સૂત્રો
સૂત્રોને ટાંકીને એવું જાણવા મળ્યું છે કે લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. આ મુદ્દે વિપક્ષી દળોમાં સહમતિ બની છે. જોકે લોકસભામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે.
બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહી આ વાત
બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું, ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના વિદેશી નાગરિક એઓ હ્યુમે દ્વારા કરવામાં આવી હતી. અમે પીપલ્સ ફ્રન્ટ પર પ્રતિબંધ મૂક્યો, તેઓ પણ પોતાને ઇન્ડિયા કહે છે. આજના સમયમાં ઇન્ડિયાનું નામ જોડવાની ફેશન બની ગઈ છે. તે શહેરી-નકસલવાદ સાથે સંબંધિત છે. તેઓ પોતાને કાયદેસર બનાવવા માટે ઇન્ડિયા નામ ઉમેરી દે છે અને તેઓ બધા અર્બન નક્સલવાદી છે.
પવન ખેડાએ વળતો પ્રહાર કર્યો
પીએમ મોદીના આ નિવેદન પર કોંગ્રેસ નેતા પવન ખેડાએ પલટવાર કર્યો છે. ખેડાએ કહ્યું, ‘મોદીજી, તમે કોંગ્રેસના વિરોધમાં એટલા આંધળા થઈ ગયા કે ઇન્ડિયાને જ નફરત કરવા લાગ્યા. સાંભળ્યું છે કે આજે હતાશામાં આવીને તમે ઇન્ડિયા પર જ હુમલો કરી દીધો.’