June 25, 2026
ગુજરાત

જીમ લોન્જના વધુ એક જીમનુ ગ્રાન્ડ ઓપનિંગ ધ ગ્રેટ ખલીના હસ્તે કરાયુ

વર્લ્ડ રેસલિંગ એન્ટરટેમેન્ટના સુપરસ્ટાર ધ ગ્રેટ ખલી રવિવારે અમદાવાદના મહેમાન બન્યા હતા. દલીપ સિંબ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલી અમદાવાદના વટવામાં જીમ લોન્જ જિમના ઉદ્ધાટન માટે આવ્યા હતા. ત્યારે, પોતાના પસંદીદા રેસલરને જોવા માટે મોટી સંખ્યામાં તેમના ફેન્સ ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલા તેમના ફેન્સને ખલી ફિટ રહેવા માટે કેટલીક ટિપ્સ આપી હતી. સાથે જ તમામને પોતાનું સ્વાસ્થય જાળવી રાખવા માટે અપીલ પણ કરી હતી.

જીમ લોન્જ જીમ ની વટવા વિસ્તાર ખાતે ગ્રાન્ડ ઓપનિંગ પર   WWF ધ ગ્રેટ ખલી અમદાવાદ ખાતે આવ્યા હતા,ધ ગ્રેટ ખલીને જોવામાટે લોકોની ઉત્સુકતા પણ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ લોકોની ખલીની હેલ્થ ટિપ્સ જાણવા માટે પણ ઉત્સુકતા જોવા મળી હતી. ત્યારે ધ ગ્રેટ ખલીએ ઉપસ્થિત લોકોનું અભિવાદન જીલ્યું હતું. અને તમામને પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે અપીલ કરી હતી. ખલી અમદાવાદ આવીને એટલા ઉત્સાહિત હતા કે તેવો ગરબાની તાલે ઝૂમવા પર કાબુ કરી ન શક્યા અને ગરબા રમ્યા હતા.

ધ ગ્રેટ ખલીએ જણાવ્યું કે, આજકાલ લોકોમાં જિમ અને યોગાનો ક્રેઝ વધ્યો છે કારણ કે લોકોની લાઈફસ્ટટાઈલ એ પ્રકારની થઇ ગઈ છે અને મેદસ્વીતાનું પ્રમાણ પણ ખુબ જ વધી રહ્યું છે કેમ કે લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત રહેતા નથી…

જીમ લોન્જના તમામ જીમ અધભૂત ટેક્નોલોજીવાળા જિમ અને ટેક્નિકલ ટ્રેનરના લીધે લોકોનું જિમ તરફનું આકર્ષણ વધ્યું છે જે ખુબ જ સારું છે.

Related posts

જીસીએસ હોસ્પિટલ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કુહા ખાતે વૃદ્ધાશ્રમમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

Ahmedabad Samay

અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

માસ્ક-ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા,અભિનેત્રી મમતા સોનીના ઠુમકા પર લોકો નાચ્યાં

Ahmedabad Samay

સૈજપુર ખાતે આવેલ કુબેરેશ્વ મહાદેવ મંદિરે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરતી થીમ પર ડેકોરેશન કરાયું

Ahmedabad Samay

આજે રાત્રે, લોકો એક અદ્ભુત ખગોળીય ઘટનાના સાક્ષી બનશે. સામાન્ય રીતે સફેદ કે ભૂરા રંગનો ચંદ્ર ગ્રહણને કારણે ઘેરો લાલ દેખાશે

Ahmedabad Samay

અન્ય રાજ્ય માંથી આવતા લોકોનો છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ નેગેટિવ હોય તેઓને જ પ્રવેશ અપાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો