લોકડાઉન ૪.૦ રવિવારે સમાપ્ત થઈ રહ્યુ હોવાથી કેન્દ્ર સરકારે લોકડાઉન ૫.૦ની તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સંબંધમાં તમામ મુખ્યમંત્રીઓ ક સાથે ફોન ઉપર વાતચીત કરી છે અને ૩૧મી પછી લોકડાઉન વધારવા પર તેમના વિચારો જાણ્યા હતા. કેબીનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યોના મુખ્ય સચિવો અને સ્વાસ્થ્ય સચિવો સાથે વાત કરી હતી. જેમા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ૧૩ શહેરોના કમિશ્નરો, કલેકટરો અને એસપીને સામેલ કરી સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે લોકડાઉન ૫.૦ દરમિયાન મુખ્ય ભાર હોટસ્પોટ વિસ્તારો પર રહેશે અને દેશના બાકી ભાગોમાં પહેલેથી વધુ છૂટછાટ અપાશે.
૩૧મી પછી મોટાભાગના રાજ્યો માત્ર કન્ટેન્મેન્ટ ઝોનમાં જ પ્રતિબંધો ઈચ્છે છે. જો કેન્દ્ર સરકાર મંજુરી આપે તો પછી રાજ્ય સરકારો પહેલા કરતા વધુ બજારો ખોલવા, એક રાજ્યથી બીજા રાજ્ય સુધી પરિવહન સુવિધાને વધુ સુગમ બનાવવા, સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે ધાર્મિક સ્થળો ખોલવા જેવા ફેંસલા લઈ શકે છે. અમુક રાજ્યો મહિનાની અંદર સ્કૂલો ફરીથી ખોલવા ઈચ્છે છે.
દેશના ૧૩ શહેરો સિવાય બાકીના હિસ્સા માટે પણ કેબીનેટ સચિવે એલર્ટ રહેવાના નિર્દેશો આપ્યા. જેમાં યુપી, બિહાર, પ.બંગાળ અને ઓડિસા છે, ૧૩ શહેરોમાં પુરેપુરી તાકાત લગાડી કોરોનાને નિયંત્રણમાં લેવા પ્રયાસ કરશે. લોકડાઉન ૫.૦ ની ચાવી હવે આ ૧૩ શહેરો પાસે જ રહેશે. સમગ્ર ફોકસ એ ૧૩ શહેરોમાં લગાવાશે. શહેરોની અંદર જો વધુ ચેકીંગ થાય તો આવતા ૧૦ દિવસમાં સંક્રમણની સંખ્યા ૭૦ ટકા સુધી ઘટાડી શકાશે. ૧૩ શહેરો સિવાય બાકીના ભાગોમાં અમુક નિયંત્રણો રાખી કામકાજની છૂટછાટો આપી દેવાશે