September 27, 2026
ગુજરાત

ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી

અમદાવાદ શહેરના ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગવાના લીધે આસપાસ આવેલી  3-4 દુકાનો પણ ઝપેટામાં આવી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 4  ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે.


રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ગેસ સિલિડર પણ પડ્યા હોવાથી આગ લાગ્યા બાદ ભયંકર મોટો બ્લાસ્ટ પણ થયો હતો. જોત જોતાંમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતુ. સાથે આગને કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ભીડભાળ વાળો એરિયા હોવાથી ફાયર ટીમ પણ આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી રહી છે. આગ બાદ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં અવાજ દૂર સુધી સંભળાયો હતો અને રાહદારીઓ સહિત લોકો પણ ડરના માર્યા દોડાવા લાગ્યા હતા. પણ સદનસીબે હાલ સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી

વીડિયો જોવા અહીં ક્લિક કરો.

https://www.facebook.com/108480961722820/posts/131490079421908/

Related posts

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિવેકાનંદજીને ફુલહાર અર્પણ કરાયા

Ahmedabad Samay

મરાઠી સમાજના પંદિરકર મહારાજના નિવાસસ્થાને સમાજ અને પરિવાર સાથે મળી જન્માષ્ટમી ઉજવાઇ

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

૧૭ જેલોમાં ૧૭૦૦ થી વધુ પોલીસ કાફલા સાથે વહેલી પરોઢ સુધી ચેકીંગ ચાલ્યુ

Ahmedabad Samay

હનીટ્રેપના આરોપીને પોલીસેજ મદદ કરી, મહિલા પી.આઇ. ની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો