August 8, 2026
દુનિયા

ઝેલેંસ્કીએ વીડિયો કોલમાં કહ્યુ કે શક્યતા છે કે તે તેમને છેલ્લી વાર જીવતા જોઈ રહ્યા છો.

દેશના અસ્તિત્વ માટે લડી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેંસ્કીએ અમેરિકાને ફાઈટર પ્લેન મોકલવા અને રશિયામાંથી તેલ આયાત ઘટાડવાની ભાવુક અપીલ કરી છે જેથી તેમનો દેશ રશિયન સૈન્ય કાર્યવાહીનો સામનો કરી શકે. ઝેલેંસ્કીએ શનિવારે અમેરિકી સાંસદોને કરવામાં આવેલા વીડિયો કોલમાં કહ્યુ કે શક્યતા છે કે તે તેમને છેલ્લી વાર જીવતા જોઈ રહ્યા હોય. યુક્રેનના રાષ્ટ્રપતિ રાજધાની કીવમાં જ છે જેના ઉત્તરમાં રશિયન બખ્તરબંધ ટુકડીઓનો જમાવડો છે.

સેનાના લીલા રંગના શર્ટમાં સફેદ દીવાલની પૃષ્ઠભૂમિમાં યુક્રેનના ઝંડાની સાથે દેખાઈ રહેલા ઝેલેંસ્કીએ કહ્યુ કે યુક્રેનને પોતાની હવાઈ સરહદની સુરક્ષા કરવાની જરૂર છે અને આ તો ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન દ્વારા ઉડાન વર્જિત ક્ષેત્ર લાગુ કરવાથી અથવા વધારે ફાઈટર વિમાન મોકલવાથી જ શક્ય છે. ઝેલેંસ્કી કેટલાક દિવસોથી ઉડાન વર્જિત ક્ષેત્ર જાહેર કરવાની માગ કરી રહ્યા છે પરંતુ નાટો આનાથી ઈનકાર કરી રહ્યુ છે તેમનુ કહેવુ છે કે આવા પગલાથી રશિયાની સાથે લડાઈ વધી શકે છે.

 

ઝેલેંસ્કીએ લગભગ એક કલાક સુધી અમેરિકાના 300 સાંસદો અને તેમના સ્ટાફ સાથે વાતચીત કરી. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે યુક્રેનના શહેરો પર રશિયન બોમ્બ બ્લાસ્ટ ચાલુ છે અને કેટલાક શહેરોને તેમણે ઘેરી લીધા છે જ્યારે 14 લાખ યુક્રેનીઓએ પાડોશી દેશોમાં શરણ લીધા છે. સીનેટમાં બહુમતના નેતા ચક શૂમરે કહ્યુ, રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ હતાશ થઈને વિનંતી કરી છે.

Related posts

WHOએ જણાવ્યું કે તુર્કી અને સીરિયામાં આવેલા ગંભીર ભૂકંપથી મૃત્‍યુઆંક આઠ ગણો વધી શકે

Ahmedabad Samay

બાંગ્લાદેશમાં યુનુસ સરકારે આતંકવાદીઓને હિન્દુ વિરોધીઓને છૂટો દોર આપી દીધો

Ahmedabad Samay

એન્ટાર્કટિકાના થ્વાઈટ્સ ગ્લેશિયર થી એક મોટો હિસ્સો તૂટીને પડી શકે છે

Ahmedabad Samay

ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં સિંધુ જળ સંધિને સ્‍થગિત કર્યા પછી પાકિસ્તાન ની પરિસ્‍થિતિ વધુ ખરાબ થઈ

Ahmedabad Samay

ગજબનો જીવો પ્રતેય પ્રતેય, વંદાને હોસ્પિટલ લઇ જવાયો

Ahmedabad Samay

માઈક્રોસોફ્‌ટના સર્વરમાં સમસ્‍યાના કારણે સમગ્ર વિશ્વમાં થઇ અસર,સર્વર આઉટેજને કારણે એરલાઈન્‍સ સહિત અનેક ઈન્‍ડસ્‍ટ્રીઝનું કામ પ્રભાવિત થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો