July 4, 2026
ગુજરાત

નારોલ પોલીસ મથકના પીઆઈ અને બે પીએસઆઇને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા

અમદાવાદના નારોલ પોલીસ મથકનાપીઆઈ અને બે પીએસઆઇને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. જેમાં તાજેતરમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નારોલ વિસ્તારના પીપલજ કમોડ રોડ પર કરમણભાઈ ભરવાડના વાડામાં રેડ કરવામાં આવી હતી જ્યાંથી 74 લાખ થી વધુની રકમના લોખંડના સળિયા મળી આવ્યા હતા ..સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા તપાસ કરતા લોખંડના સળિયા ચોરીનો માલ હોવાનું સામે આવ્યું હતું. ગત 16 અને 17 માર્ચ ના નારોલ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી 87.14 ટનના ચોરીના લોખંડના સળિયા મળી આવ્યા હતા જેની અંદાજિત કિંમત 74,06,900 થાય છે. લોખંડના સળિયા ઉપરાંત 40, 500 રૂપિયાના 7 મોબાઈલ, 21,15,000 રૂપિયાના 5 વાહન, 16,380 રોકડા મળી કુલ 95,78,780 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે હબિદ મિયાન હનીફ શેખ સહિત 7 આરોપીઓની ધરપકડ કરી સ્થાનિક પોલીસને સોંપ્યા હતા અન્ય 4 આરોપી અસ્ફાક ઉર્ફે કેરોસીનવાલા, શોએબ ઉર્ફે ટકલો અમિરભાઈ શેખ, કાનો મારવાડી અને ઇકબાલ ઉર્ફે ઇકો ને પોલીસ શોધખોળ હાથ ધરી છે.

આ ઉપરાંત 16 અને 17 માર્ચના સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં ચોરીના સળિયા ઉપરાંત ચોરીનું કેમિકલનો પણ મોટા પ્રમાણમાં જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં નારોલ વિસ્તારમાં જ લાંભા એન.આઇ. ડી.સી. માં ખુલ્લી જગ્યા માંથી 27560 લીટર કેમિકલ જેની કિંમત રૂપિયા 7,65,120 તેમજ 16,35,000 કિંમતના 4 વાહન, 550 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ અને 5680 રૂપિયા રોકડ તેમજ ટેન્ક, કેરબા, બેરલ, પાઇપ, ઇલેક્ટ્રિક મોટર કબ્જે કરવામાં આવી હતી. જેની કિંમત 1,59, 000 મળી કુલ 25,70,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચોરીના કેમિકલ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 2 આરોપીની ધરપકડ કરી સ્થાનિક પોલીસને સોંપ્યા હતા. આ ઉપરાંત અસફાક ઉર્ફે કેરોસીન વાળો, શોએબ ઉર્ફે ટકલો, અને અલ્પેશ ભરવાડ સહિત અન્ય 5 અજાણ્યા શકશો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

Related posts

જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

અમિતભાઇ શાહે અમદાવાદમાં ૨૧ જેટલા તળાવોને વધુ આકર્ષિત કરવા તાકીદ કર્યું

Ahmedabad Samay

અમદાવાદમાં વધુ ૧૨ હોસ્પિટલ ને કોવિડ-૧૯ જાહેર કરાઇ.

Ahmedabad Samay

દેશની સૌથી મોટી દૂધ ઉત્‍પાદક બ્રાન્‍ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્‍કાલિક રાહત મળશે.

Ahmedabad Samay

ક્ષત્રિયોનો ઉગ્ર આંદોલ હોવા છતાં પરસોત્તમ રૂપાલાનો જોરો શોરોથી ચૂંટણી પ્રચાર યથાવત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો