September 22, 2026
ગુજરાત

સિવિલ હોસ્‍પિટલએ ટેકનોલોજીના માધ્‍યમથી વેબ પોટલ શરૂ,દર્દીઓએ એક ડીપાર્ટમેન્‍ટમાંથી બીજા ડીપાર્ટમેન્‍ટના ધક્કા ખાવા નહીં પડે

સિવિલ હોસ્‍પિટલમાં ૩૦થી વધુ ડિપાર્ટમેન્‍ટ આવેલ છે. રોજના હજારોની સંખ્‍યામાં દર્દી ઓ સારવાર માટે આવે છે. પરંતુ હવે દર્દીઓએ એક ડીપાર્ટમેન્‍ટમાંથી બીજા ડીપાર્ટમેન્‍ટના ધક્કા ખાવા નહીં પડે. કારણ કે સિવિલ હોસ્‍પિટલએ ટેકનોલોજીના માધ્‍યમથી વેબ પોટલ શરૂ કરી છે. જે દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.ᅠ

અમદાવાદ અસારવા સિવિલ હોસ્‍પિટલ ૧૧૦ એકર એરિયામાં પથરાયેલ છે. અહીં ૩૦થી વધુ ડિપાર્ટમેન્‍ટ આવેલ છે. જયાં રોજની ૨૫૦૦થી ૩૦૦૦ ઓપીડી આવે છે. જેમાંથી કેટલાક દર્દીઓને સારવાર માટે દાખલ કરવા પડે છે. જો કે એક ડીપાર્ટમેન્‍ટમાં દાખલ થયા બાદ દર્દીને બીજા ડિપાર્ટમેન્‍ટ રીફર કરવા પડતા હોય છે. ત્‍યારે ડોકટર રીફર માટેનું લખીને આપી દેતા હોય છે. પરંતુ દર્દીને લઈને ડીપાર્ટમેન્‍ટ શોધવાનો ક્‍યાં ડોક્‍ટરને મળવાનું છે.

જે પ્રક્રિયામાં દર્દી તો ઠીક પણ દર્દી સાથે આવેલ સંબંધી પણ અડધા બીમાર થઈ જવા બરાબાર સાબિત થતુ હોય છે. પરંતુ એક સારા વિચારે દર્દીઓની પીડા ઓછી કરી દીધી છે. એ છે સિવિલ હોસ્‍પિટલની વેબ પોર્ટલ. સરકાર કે સિવિલ હોસ્‍પિટલના એક પણ રૂપિયાના ખર્ચ વગર વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવી છે. આ વેબ પોર્ટ રેસિડેન્‍ટ ડોકટર પાર્થે કંસાગરાએ તૈયાર કરી છે.

અમદાવાદ સિવિલ હોસ્‍પિટલ સુપરિટેનડેન્‍ટ ડોકટર રાકેશ જોષીએ જણાવ્‍યું કે સિવિલ હોસ્‍પિટલમાં ગુજરાત અને ગુજરાત બહારના દર્દીઓ સારવાર માટે આવે છે. ત્‍યારે બહારથી આવતા દર્દીઓ અને તેની સાથે આવેલ સ્‍વજનોને એક ડીપાર્ટમેન્‍ટમાંથી બીજા ડીપાર્ટમેન્‍ટ શોધવાનું મુશ્‍કેલ પડતું હતું. પરંતુ વેબ પોર્ટના કારણે દર્દી એક વખત દાખલ થયા બાદ એક્‍સ-રે અથવા તો ઓપરેશન માટે બેડ પરથી ઉભા થઇને જવું પડશે. બાકી તમામ સારવાર બેડ પર મળી જશે. અને ભવિષ્‍યમાં તમામ ડીપાર્ટમેન્‍ટ વેબ પોર્ટલ જોડવા માટેનો પ્‍લાન ચાલી રહ્યો છે.

Related posts

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન -પૂજન કર્યા.

Ahmedabad Samay

કોરોના વચ્ચે ” એમ્ફાન ” વાવાઝોડા નો ખતરો

Ahmedabad Samay

પ્રેમિકાના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

નવા નરોડામાં કન્સ્ટ્રક્શન કામના કારણે વરસાદી પાણી ભરાય છે અને રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડેછે.

Ahmedabad Samay

અમદાવાદ – તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સ્માહરોહ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો