મહારાષ્ટ્રમાં હાલ પુરના કારણે એટલી દયનિય પરિસ્થિતિ છે કે જેનો આપણે અંદાજો નથી લગાવી શકતા, મહારાષ્ટ્રના અનેક ગામડાયો પાણીમાં ડૂબેલા છે અનેક ગામો સમ્પર્ક વિહોણા થઇ ગયા છે, અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે,ગામડાઓમાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણે થી લોકો બની શકે તેટલી મદદ કરી રહ્યા છે તેલ, પાણીમાં ઘર ડૂબેલા હોવાથી લોકોને ભારે નુકસાન પણ થયો છે
તેવામાં અમદાવાદમાં આવેલ છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રના કોલ્હાપુર, મહાડ, સાતારા, સાંગલી જેવાગામડાઓમાં તેલ,લોટ,ઘઉં, ચોખા અને જરૂરિયાત દવાઓની કિટ બનાવી મોકલવામાં આવી હતી.
છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલ ધબડગેએ આ દુઃખની ઘણીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે જાન હાની અને નુકશાન થયું છે જેનું અત્યંત દુઃખ છે, આ સમય દેશે એક જૂઠ થઇને મહારાષ્ટ્રમાં આવેલી પ્રાકૃતિક આપદામાં સાથ આપવાનો સમય છે અમારા દ્વારા બની શકે તેટલી મદદ કરવામાં આવી છે અને જેટલી બનશે તેટલી મદદ કરવામાં આવશે હાલ અમદાવાદ માંથી જેટલું બની શકે તેટલું એકત્રિત કરી મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યું છે જો હજુ જરૂરિયાત હશે તો તેમની જરૂરીયાત પૂર્ણ કરવામાં આવશે.