August 25, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદમાં દારૂના વેચાણ કરવામાં વધુ એક વિસ્તારનો થયો ઉમેરો,અડ્ડાનું સ્થળ જોઈ મોટો હપ્તો હશે

ગાંધીજીના ગુજરાતમાં આમતો દારૂ બંધી છે અને પ્રોહીબેશન ના કડકમાં કડક કાયદા બનાવેલ છે છતાંય ગુજરાતમાં દર મહિને કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે અને લોકો ભરણ ભરીને ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે.

અમદાવાદમાં પણ દારૂના અડ્ડાની કમી નથી ઠેર ઠેર દારૂ વેચાય છે અમુક વિસ્તાર તો એવા છે કે જે પોલીસ સ્ટેશનના ૦૧ કિલોમીટરના અંદરજ આવે છે, પૂર્વ વિસ્તારમાં તો કૂદકે ને ભૂસકે દારૂના નવા નવા અડ્ડાઓ ઉભા થાય છે.

 

અમદાવાદમાં દારૂના અડ્ડાની લિસ્ટમાં વધુ એક વિસ્તારનું નામ દાખલ થયું છે તેનો હપ્તો કેટલો નક્કી થયો છે અને કયો વહીવટદાર તેનો વહીવટ કરે છે તે હજુ માલુમ નથી પડ્યું પણ આ દારૂના અડ્ડાનો હપ્તો મોટો હશે તેવું લાગે છે કારણે કે આ અડ્ડો લોકોના આવા જવાના રસ્તા વચ્ચોવચ વેચાય છે. દારૂના અડ્ડાનો નવો વિસ્તાર છે ઠક્કરનગર બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ પાસે સર્વિસ રોડ પાસે એક વૃદ્ધ ખુલ્લેઆમ પોલીસના બીક વગર દેશી દારૂનો વેચાણ કરવામાં આવે છે 

હવે સવાલ એ છે કે કૂદકે ને ભૂસકે વધી રહેલા દારૂના અડ્ડા પાછળ કોનો હાથ છે પોલીસનો હાથ છે કે કાયદા ઘડીને ભૂલી જનારી સરકારનો હાથ છે ? શુ પોલીસના સાથે સાથે વિસ્તારના કાઉન્સિલર, ધારાસભ્યો અને મંત્રીઓ પણ હપ્તો પોહચે છે, કદાચ હપ્તો અપક્ષની રાજકીય પાર્ટીને પણ હપ્તો પોહચતો હશે માટે તેવો પણ આંખ બંધ કરી ચૂપી સાંધી છે.

Related posts

EPFO સભ્યો ઓનલાઈન 11 ફેરફાર કરી શકે

Ahmedabad Samay

વડોદરાના બહુચર્ચિત સામુહિક દુષ્કર્મ અને આપઘાતના મામલા માટે SIT ની રચના કરાઇ

Ahmedabad Samay

જ્યાં સુધી BRTS બંધ છે ત્યાં સુધી કોરિડોરનો તમામ વાહન ઉપયોગ કરી શકશે

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ઉદયગ્રીન પાર્ટી પ્લોટમાં લગ્નમાં ટાબરીયો કન્યાના દાગીના લઇ રફુચક્કર

Ahmedabad Samay

બિહારમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો

Ahmedabad Samay

૩૧ ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી ઉજવણી રદ્દ કરવાનો આદેશ પોલીસે આપ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો