July 22, 2026
ગુજરાત

હિન્દુ સેનાની જામનગરમાં ગુજરાત સ્તરની 2026ની કાર્યપદ્ધતિની અગત્યની બેઠક યોજાઇ

હિન્દુ સેનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રતીક ભટ્ટ અને રાષ્ટ્રીય કારોબારીમાં વિનયજી શર્માનો સમાવેશ કરવામાં આવ્યો,જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિર સામે આવેલ શ્રી દયાશંકર બ્રહ્મપુરીની વાડી, જામનગર ખાતે હિન્દુ સેના ગુજરાતના જિલ્લા શહેર સ્તરનાની 2026 ની સંગઠનલક્ષી કાર્યપધ્ધતિ અને સંઘર્ષમય કાર્યોને લઈ અગત્યની બેઠકનું ભવ્ય આયોજન કરાયું હતું.

આ બેઠકમાં હિન્દુ સેના ના શરૂઆત ૐ કાર ત્યારબાદ હિન્દુ સેના ધર્માચાર્ય વિભાગની ટીમ કર્મકાંડી ભૂદેવોએ મંત્રોચારનું કરી, કર્ણાવતીથી પધારેલ પ્રદેશ સંગઠન મંત્રી કોમલસિંગ ભાદોરીયા, પ્રદેશ લીગલ એડવાયાઝર નિરલ ઝાલા, ધ્રોલના સૌરાષ્ટ્ર પ્રાંત ઉપપ્રમુખ ગૌરવ મહેતા, લાલપૂરથી આવેલ જામનગર જિલ્લા ઉપપ્રમુખ ગોવિંદભાઈ વશરા દ્વાર દીપ પ્રાગટ્ય કર્યું હતું.

જ્યારે આ બેઠક માં વચ્ચે પ્રોજેક્ટરથી હિન્દુ સેના દ્વારા ગુજરાત માં કરેલી કામગીરીની ક્ષણો બતાવી હતી ત્યાર બાદ જે સૈનિકોએ સંઘર્ષમય કાર્યો કર્યા તેમનું સન્માન કર્યા બાદ દિલ્હી સ્થિત હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ લાઇવ કરી સૈનિકોને માર્ગદર્શન આપ્યું અને ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતીક ભટ્ટને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત હિન્દુ સેન ઉપાધ્યક્ષ વિનયજીને હિન્દુ સેના રાષ્ટ્રીય કારોબારીમાં સામીલ કર્યા હતા, હિન્દુ સેના જામનગરના પ્રમુખ દિપક પિલ્લાઈ, સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, હિન્દુ સેના ઉપાધ્યક્ષ વિનયજીએ રાષ્ટ્ર ધર્મ સંસ્કૃતિ ને લઈ કામ કરતી હિન્દુ સેના ના પરિચય આપ્યો અને સંઘર્ષમય કામ માટે તૈયાર રહેવા હાકલ કરી હતી, તેમજ યુવા અધ્યક્ષ મયુર પટેલ દ્વારા હિન્દુ સેના ની કાર્ય પધ્ધતિ અને કાર્યક્રમો ની રૂપરેખા અને જવાબદાર સૈનીકો ની ફરજ વિશે માહિતગાર કર્યા તેમજ હિન્દુ સેના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ દ્વારા આગામી 15 નવેમ્બરે 10,000 યુવાનોનું મહાસંમેલન, કતલખાને થી પાછી લવાતા ગૌવંશ માટે સંભાળ રાખવી તેમજ વર્ષો પહેલા ની જે પરંપરા “અમે 2 અમારા 2 ને તિલાંજલી આપવી અને અમે 2 અને અમારા 4 ને અપનાવવી”યોજનાને આગળ વધાવી અને આજે રાષ્ટ્ર માટે લડનાર ની ફોઝ તૈયાર કરવી જે હિન્દુ સેના પૂરી પાડશે તેવી તૈયારી જાહેર મંચ પર સ્વીકારી હતી.

Related posts

AMCમાં 5 વર્ષમાં 22 મહિલાઓએ સત્તાવાર પોતાની મરજીથી સિંગલ મધર બની કરાવી નોંધણી

Ahmedabad Samay

માનવ જીવન બચાવનાર માટે ગુજરાત સરકારની મરી માનવતા, જીવ ગુમાવ્યો પણ ન્યાય કે હકન મળ્યો

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા રામ મંદિર નિર્માણ માટે અગિયાર લાખ દાન કરાયું

Ahmedabad Samay

અમારી સાથે બહુ મોટી રમત રમાઈ :અમે જેમના ઉપર વિશ્વાસ મુક્યો તેમણે ભરોસો તોડ્યો: મહંત દિલીપદાસજી

Ahmedabad Samay

આખરે અમદાવાદનો ભ્રષ્ટાચારી બ્રિજ હાટકેશ્વર બ્રિજને તોડવાની મૂહર્ત આવ્યું છે. હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ શરુ કરાયું

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો