લવ જેહાદના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો જેમાં થોડા સમય પહેલાજ બરોડામાં લવ જેહાદના બે કિસ્સા બની ચુક્યા છે તેવામાં વધુ એક લવ જેહાદ નો કિસ્સો સામે આવ્યો છે.
રવિવાર, ૨૭ ડિસેમ્બરના રોજ મુંબઈથી બે સગીર વયની હિન્દુ દીકરીઓને ભગાડી જતા બાતમીના આધારે વિધર્મીઓને બજરંગ દલે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ઝડપી લઇ પોલીસના હવાલે કર્યા છે. બજરંગ દલના સંયોજક જવલિતભાઇ મહેતા તથા નરોડા જિલ્લા બજરંગ દલ પ્રમુખ દીનાકરણભાઈ તેમની ટીમને લવ જેહાદના મન્સૂબાને અસફળ બનાવી હિન્દૂ ધર્મ અને હિન્દૂ દિકરીને ભોગ બનતા અટકાવી એક પરિવારની દિકરીજ નહિ પરંતુ સમસ્ત હિન્દૂ ધર્મની રક્ષા પણ કરી છે. પોલીસે સગીરા અને યુવકને ઝડપી વધુ તપાસ હાથધરી છે.