જેને ભારત દેશ માટે પોતાના જીવનની આહુતિ આપી છે તેવા વીર ગતિ પામેલ શહીદ ને સમાજ પણ યાદ રાખે અને વિદ્યાર્થી ઓ ને પણ પ્રેરણા મળે એ હેતુ થઈ અસારવા વોર્ડ માં ચમનપુરા ખાતે આવેલ મ્યુ. પ્રાથમિક શાળામાં શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદોરીયા ની આજે સ્મારક બનાવવામાં આવી છે,
શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદોરીયા ની સ્મારક બનાવવા માટે અસારવા વિસ્તારના કાઉન્સીલર બીપીનભાઈ પટેલ તથા સુમનબેન રાજપૂતના બજેટ વર્ષ 2019/ 20 ના બજેટ માંથી સ્મારક બનાવવા ફાળવેલ છે.
જેનું આજરોજ લોકાર્પણ માન. ગુજરાત રાજ્ય ના ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા શાહેબ મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ પરમાર, સ્કૂલ બોર્ડ ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર, સ્ટે.ચેરમેન હિતેશભાઈ બારોટ, ડે. મેયર ગીતાબેન પટેલ નેતાશ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, દંડક શ્રી અરુણસિંહ રાજપૂત પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂત તથા શહીદ પરિવાર જનો તથા અસારવા ભાજપ ના સ્થાનિક કાઉન્સિલર પૂર્વ કાઉન્સીલરશ્રી ઓ તથા સંગઠન ના પધાધિકારી શ્રી ઓ ની ઉપસ્તીથી માં કરવા માં આવ્યું હતું.