September 21, 2026
ગુજરાતદેશરાજકારણ

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

રાહુલ ગાંધીએ આસામમાં એક રેલી દરમિયાન ગુજરાતીઓ અંગે કરેલા નિવેદનનો કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યો હતો. અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ ગાંધીના નિવેદનનો ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને  સુત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અસમમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પહોચ્યા હતા. રાહુલ ગાંધીએ ચાના મજૂરોને લોભાવવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યુ કે, “આસામમાં ચાના બગીચામાં મજૂરોને રોજના ૧૬૭ રૂપિયા મળે છે જ્યારે મોદી સરકારમાં ગુજરાતના વેપારીઓને ચાના બગીચા જ મળી જાય છે”

રાહુલ ગાંધીના આ નિવેદન પર સી.એમ.વિજય રૂપાણીએ  પલટવાર કરતા જણાવ્યું હતું કે “રાહુલ ગાંધીના શબ્દો અને તેમની કોંગ્રેસ પાર્ટીની ગુજરાતીઓ પ્રત્યેની નફરતને બતાવે છે. ગુજરાત આવી ધૃણિત નફરતને સ્વીકાર નહી કરે.

જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા અને કહ્યુ કે “રાહુલ ગાંધીના ગુજરાતીઓ માટે શરમજનક શબ્દ તેમની બીમાર માનસિકતા અને ગુજરાત માટે નફરતને દર્શાવે છે.

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇકે જાડેજા, નિકુલ મારુ  સહિતના અન્ય કાર્યકરો પહોચ્યા હતા અને રાહુલ ગાંધીના નિવેદનને લઇને વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરોએ ભેગા થઇને રાહુલ ગાંધી માફી માંગે કોંગ્રેસ મુર્દાબાદના નારા લગાવ્યા હતા

આ દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકર આમને-સામને આવી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોચીને મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા પોતાના પરંપરાગત અને ઐતિહાસિક રૂટ પરથી જ ભક્તિભાવપૂર્વક પસાર થશે

Ahmedabad Samay

૭૨ વર્ષની ઉંમરે પંકજ ઉઘાસે લીધા અંતિમ શ્વાસ, ફિલ્મ જગતમાં અને ચાહકોમાં શોકનો માહોલ

Ahmedabad Samay

આગામી 5 દિવસમાં હળવા વરસાદી ઝાડપા જોવા મળશે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

Ahmedabad Samay

CM ભુપેન્દ્ર પટેલે વડોદરાના સલ્મ વિસ્તારમાં કરી સરપ્રાઈઝ વિઝીટ

Ahmedabad Samay

ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા

Ahmedabad Samay

સૈજપુર વોર્ડના ઉમેદવારોને કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની ફોટો ફ્રેમ અપાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો