September 5, 2026
ગુજરાત

ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSI ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર

ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSI ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી જેના પરિણામની રાહ જોવામાં આવી રહી હતી આખરે તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ સબ ઇન્સપેક્ટરની કુલ 1382 જગ્યા માટે આ પરીક્ષા લેવામાં આવી હતી. 06/03/2022 ના રોજ પ્રિલિમીનરી પરીક્ષા લેવાઇ હતી. જેમાં 96,269 ઉમેદવારોને કોલ લેટર ઇશ્યુ કરવામાં આવ્યા હતા. તે પૈકીનાં કુલ 88,880 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા.

30/03/2022 ના રોજ તમામ હાજર ઉમેદવારોના ગુણ વેબસાઇટ પર મુકાયા હતા. નિયમાનુસાર રિચેકિંગ માટેની અરજીઓ પણ મંગાવાઇ હતી. જેના પગલે રિચેકિંગ માટે કુલ 187 અરજીઓ મળી હતી. જેના માટે જરૂરી કાર્યવાહી પુર્ણ કર્યા બાદ આજે ફાઇલન પરિણાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કટ ઓફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. PSI ની પરીક્ષા 2939 પુરૂષ ઉમેદવાર, 1313 મહિલા ઉમેદવાર 59 માજી સૈનિક તેમ કુલ 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલીફાઇ જાહેર થયા છે.

Related posts

ક્લોરેક્સ સ્કૂલમાં નમાજ અદા કરવાનો વિવાદ વકર્યો

Ahmedabad Samay

IIM અમદાવાદા દ્વારા MBA PGPXના 2024ની નવી બેચનું કરાયું વેલકમ, 148 વિદ્યાર્થીઓ છે સામેલ

Ahmedabad Samay

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના કેસો વધ્યા, એક જ સપ્તાહમાં 2300થી વધુ કેસો

Ahmedabad Samay

હિન્દૂ સમાજ દ્વારા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના વિરોધમાં સખ્ત વિરોધ પ્રદશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

બાળકના દફતરનું વજન બાળકના વજન કરતા ૧૦મા ભાગનું રાખવાનો આદેશ કરાયો

Ahmedabad Samay

નારોલ પોલીસ મથકના પીઆઈ અને બે પીએસઆઇને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો