September 23, 2026
ગુજરાત

બ્રિટનના પીએમ બોરિસ જહોન્‍સન ૨૧ એપ્રિલેભારતના પ્રવાસે આવી રહ્યા

ગુજરાતમા મોરેશિયસના પીએમ  બાદ હવે બ્રિટનના પીએમ બોરિસ જહોન્‍સન ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ૨૧ એપ્રિલે બોરિસ જહોન્‍સન આવી રહ્યા છે. તેઓ અમદાવાદથી ભારતના પ્રવાસની શરુઆત કરશે. ૨૧ અને ૨૨ એપ્રિલે બોરિસ જહોન્‍સન ભારતના મહેમાન બન્‍યા છે. સીએ ભૂપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા બોરિસ જહોન્‍સનનું સ્‍વાગત કરવામાં આવશે..
બોરિસ જહોન્‍સન ગુજરાતમાં આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ છે. તેઓના આગમનને લઇને ખાસ રોડ શો યોજાશે. ૨૧મી એપ્રિલે સવારે આઠ વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ  પર આવશે.  ત્‍યાંથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાશે. એરપોર્ટથી તાજ સર્કલ, કેમ્‍પ હનુમાન, ડફનાળા, સુભાષબ્રિજ થઈ ગાંધીઆશ્રમ પહોંચશે.  રોડ શોને લઇને તંત્ર અને પોલીસ કામે લાગી ગયું છે. સમગ્ર રૂટ પર ગુજરાત અને ભારતીય સંસ્‍કૃતિને ઉજાગર કરતાં કાર્યક્રમ સ્‍ટેજ પણ બનાવવામાં આવશે.
મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા બોરિસ જહોન્‍સનનું સ્‍વાગત કરશે. બોરિસ જહોન્‍સનના કાર્યક્રમ અંગે સત્તાવાર કોઇ શિડ્‍યુઅલ જાહેર કરવામાં આવ્‍યુ નથી. પરંતુ સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે ત્‍યાર બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા અદાણી ટાઉનશિપ જશે, ત્‍યાર બાદ તેઓ વડોદરાના હાલોલ ખાતેની જેસીબી પ્‍લાન્‍ટની મુલાકાત લેશે. તેઓ વડાપ્રધાન મોદીને ૨૨ એપ્રિલે દિલ્‍હીમાં જ મળવાના છે. તેમની ગુજરાતમાં માત્ર ગૌતમ અદાણી સાથે જ મુલાકાત ગોઠવાઈ હોવાનું જાણવા મળ્‍યું છે.
મહત્‍વનું છે કે  બોરિસ જહોન્‍સનનો પ્રવાસ ૨૦૨૦થી ટળતો આવ્‍યો છે. કોરોનાને કારણે મુલાકાત ટળી હતી પરંતુ ૨૦૨૧માં પીએમ મોદી સાથે વર્ચ્‍યુઅલ શિખર બેઠક કરી હતી.  જેમાં ૨૦૩૦ સુધી માટે વ્‍યૂહાત્‍મક અને વ્‍યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાયો હતો. ભારત બ્રિટનમાં ૫૩૦૦ કરોડ રૂપિયાની રોકાણ સમજૂતી પર સહમતી સાધી ચૂક્‍યું છે.
બ્રિટનના વડાપ્રધાનની મુલાકાતને લઇને બંને દેશો વચ્‍ચે વેપાર સહયોગને કારણે મોંઘવારી ઓછી થાય તેવી આશા સેવવામાં આવી રહી છે. તેમજ ગ્રીન ટેક્‍નોલોજી અને ઉચ્‍ચ કૌશલ્‍ય ઘરાવતી નોકરીઓનું સર્જન કરવા માટે બંને દેશો આતુર છે. સાથે જ બ્રિટનમાં ૫૩ હજારથી વધુ ભારતીય વિદ્યાર્થી છે. બ્રિટનની સાથે નોલેજ શેરિંગ પાર્ટનરશિપ આ પ્રવાસનો મહત્ત્વનો એજન્‍ડા છે.

Related posts

કલેકટર કચેરી ખાતે કોરોના મૃતકના સહાય ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

Ahmedabad Samay

અમદાવાદ: તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપશે, જાણો કેવી રીતે થશે આયોજન?

Ahmedabad Samay

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે

Ahmedabad Samay

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વેકસીન લીધા પહેલા જરૂર રક્તદાન કરો : ભૈરવી લાખાણી

Ahmedabad Samay

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી

Ahmedabad Samay

SOG અમદાવાદ દ્વારા સપના નામની મહિલા બુટલેગરના બે પુત્રો સહિત વધુ એકની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો