March 25, 2025
ગુજરાત

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ લેક બ્યુટિફિકેશન અંતર્ગત મોડાસર તળાવ તથા શેલા તળાવની લીધી મુલાકાત

અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ આજે સાણંદ તાલુકાના સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ મમતા દિવસ નિમિત્તે તેલાવ આંગણવાડી સેન્ટર ખાતે મુલાકાત લીધી હતી. દવેએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડ એનરોલમેન્ટ કામગીરી તેમજ સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સનાથલ ખાતે થતા PMJAY ક્લેમ અને સગર્ભા બહેનોની ડિલિવરી બાબતે લેવાતી કાળજી અને સારી કામગીરી માટે અભિનંદન આપ્યા હતા તેમજ ઓપીડી અને ડિલીવરી તથા ઇન્ડોર દર્દીની કામગીરી વધે તે માટે પ્રયત્નો કરવા સૂચન કર્યાં હતાં. ડીડીઓએ આ હોસ્પિટલ જિલ્લાનું મોડેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બને તે માટે શુભેચ્છા પાઠવી હતી. મમતા દિવસ નિમિત્તે લીધેલી મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ લેક બ્યુટીફીકેશન અંતર્ગત મોડાસર તળાવ અને શેલા તળાવની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું.
 દવેએ સાણંદ તાલુકા પંચાયત કચેરીની પણ મુલાકાત લઈને બેઠક યોજી હતી અને યોગ્ય  દિશાનિર્દેશન આપ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત દરમિયાન તેમની સાથે તાલુકા વિકાસ અધિકારી સપના રાજપુત અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. બી.કે વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

ધોરણ 12નું સાયન્સનું પરીણામ જાહેર, જાણો શું આવ્યું પરીણામ, કયા જિલ્લાના વિદ્યાર્થીઓએ મારી બાજી

Ahmedabad Samay

રથયાત્રાને લઇ ચાલતી અટકળોનો આવ્યો અંત,શરતો આધીન રથયાત્રા નીકળશે

Ahmedabad Samay

ગાંધીનગર: વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયાં

Ahmedabad Samay

અમદાવાદ – આ તો કેવી વ્યવસ્થા, ટાયર કિલર બંપ હોવા છતાં લોકોને રોંગ સાઈડ જતા રોકવાનો કિમીયો બેઅસર

Ahmedabad Samay

નરોડા પોલીસે વધુ એક દેહવ્યાપાર નો ધંઘાનો પર્દાફાશ કર્યો

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં સીઝનના ત્રણ રાઉન્ડ દરમિયાન 83 ટકા વરસાદ ખાબક્યો, બે ઝોનમાં 100 ટકાથી પણ વધુ વરસાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો