September 21, 2026
ગુજરાત

ઓઢવ જીઆઇડીસી ખાતે જીસીએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક દૈનિક ઓપીડી ક્લિનિક સેવા શરુ

ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને જીસીએસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે, ઓઢવ જીઆઇડીસીના પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે 9 માર્ચથી ઓપીડી સેવા પુરી પાડવામાં આવશે. ઓપીડીનાં ઉદ્દઘાટન સમારોહમાં ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી સ્પંદન શાહ, સેક્રેટરી શ્રી નીરવ ભાખર અને જીસીએસ હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમે હાજરી આપી હતી.

આ ઓપીડી સેવામાં જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત ફિઝિશિયન અને નર્સ દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન અને પ્રાથમિક સારવાર આપવામાં આવશે. ઓપીડી સેવા સોમવાર થી શુક્રવાર, સવારે 10 થી 1 વાગ્યા સુધી ચાલુ રહેશે, જેમાં રજીસ્ટ્રેશન ચાર્જ ફક્ત રૂ. 10 રહેશે. આ સેવાનો લાભ ઓઢવ વિસ્તારના રહીશો પણ લઇ શકશે. દર્દીઓ વધારે તપાસ અને સારવાર-સર્જરી જરૂર હોય તો તે પણ જીસીએસ હોસ્પિટલ ખાતે રાહત દરે કરી આપવામાં આવશે.

આ ઉપરાંત જીસીએસ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ 20થી વધારે સ્પેશિયાલીટીઓમાં નિઃશુલ્ક સારવાર- સર્જરી ઉપલબ્ધ છે. આ સેવા વિષે વધુ માહિતી માટે 99798 49537 પર સંપર્ક કરી શકાશે.

Related posts

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતિના અવસરે આયોજિત રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તેમને મોદીજીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay

૦૨ વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લોવર શોનું આયોજન થશે

Ahmedabad Samay

વધતી જતી બેરોજગારીના સમયે SPS સિક્યોરિટીમાં આવી મોટી ભરતી, રોજગારી મેળવવા માટે આજે જ સમ્પર્ક

Ahmedabad Samay

અસારવાની વિશેષ વ્યક્તિત્વ દબંગ કાઉન્સિલર સુમન રાજપૂત સાથે ખાસ મુલાકાત

Ahmedabad Samay

સારંગપુરમાં BRTS ટ્રેકમાં AMTS બસ ધૂસી જતા અકસ્માત

Ahmedabad Samay

સરકારી આદેશનો નરોડા વિસ્તારમાં લીલાલેર ઉડ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો