ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી અંગે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. શક્તિસિંહે કહ્યુ કે, સરકારની ખોટી નીતિને કારણે ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સંગ્રહખોરો ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે, જ્યારે ખેડૂતોના ઘરમાં ડૂંગળીનો પાક આવ્યો ત્યારે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાદી દીધો. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે.
