September 21, 2026
ગુજરાત

એસવીપી હોસ્પિટલના ત્રીજા માળે આઇસીયૂમાં આગ ભભૂકી ઉઠી

અમદાવાદમાં એસવીપી હોસ્પિટલના ત્રીજા માળે આઇસીયૂમાં આગ ભભૂકી ઉઠી હતી .હોસ્પિટલમાં આગની આ ઘટનાએ અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો ,એસવીપી  હોસ્પિટલના ત્રીજા માળે એસી ડકમાં લાગેલી આગની ઘટના બાદ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તો અહીં આઇસીયૂમાં દાખલ કરાયેલા દર્દીઓને તાત્કાલીક સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા..જો કે એસવીપી હોસ્પિટલમાં આ આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પણ આ આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા સેવાઇ રહી છે…હાલમાં ત્રીજા માળે આઇસીયૂમાં લાગેલી આગના કારણે આઇસીયૂમાં દાખલ દર્દીઓને હાલમાં અન્ય વોર્ડમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે..પરંતુ એસવીપીમાં લાગેલી આગે વીઆઇપી ગણાતી આ હોસ્પિટલની સુરક્ષા અને સલામતી સામે ચોક્કસપણે સવાલો સર્જી દીધા છે.

અમદાવાદ શહેરની SVP હોસ્પિલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયરબ્રિગેડની ટીમે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. SVP હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી છે. શરૂઆતી અહેવાલ અનુસાર વેન્ટીલેટર જેવા મોટા મશીનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે

Related posts

અમદાવાદ મનપાના 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજે 2364 જેટલા લોકોએ દાવેદારી માટે ફોર્મ ભર્યા

Ahmedabad Samay

દિવસના કર્ફયુ માટે હજુ સુધી નિર્ણય લેવાયો નથી

Ahmedabad Samay

વલસાડજિલ્લાના ઉમરગામના વૃદ્ધ સાથે ₹1.11 કરોડની ડિજિટલ એરેસ્ટ ઠગાઈ:સુરતની ગેંગના 4 સભ્યો ઝડપાયા, દુબઈ સુધી તાર

Ahmedabad Samay

“નદી ઉત્સવ” નું  અમદાવાદના સાબરમતી તટે આસ્થામય રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે સમાપન થયું

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

Ahmedabad Samay

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૨ વિકાસ માટેના પાયાનુ ઘડતર કરવાની સાથે રાજયના વિકાસને આગળ ધપાવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો