September 22, 2026
ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૨ વિકાસ માટેના પાયાનુ ઘડતર કરવાની સાથે રાજયના વિકાસને આગળ ધપાવશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022માં સૌ પ્રથમવાર પાંચ દેશોના વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેશે અને તેમાં  તેમાં રશિયાના વડા પ્રધાન  મિખાઇલ મિશુસ્ટિન ,મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટો ન્યુસી, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ (Mr. Pravind Jugnauth), નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા (Mr.Sher Bahadur Deuba,)અને સ્લોવેનિયાના વડા પ્રધાન જાનેઝ જાન્સા(Mr.Janez Jansa)નો સમાવેશ થાય છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 26 દેશો પાર્ટનર કન્ટ્રી-દેશ તરીકે જોડાયા છે જે આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને જોડાણને વધુ મજબુત બનાવશે. છેલ્લા બે દાયકાથી આ સમિટને પગલે  વિશ્વ માટે ગુજરાતએ ગેટવે ઓફ ઇન્ડિયાની ભુમિકા ભજવી રહ્યુ છે. અગ્રણી દેશો જેવા કે જર્મની ,ફ્રાંસ, ઇટલી, કેનેડા,ઓસ્ટ્રેલિયા, જાપાન ,રશિયા ઇઝરાયલ, સિંગાપોર ,સ્વિડન, સાઉથ કોરિયા, ડેન્માર્ક, અને ફિનલેન્ડ સહિત અન્ય દેશો સમિટમાં ભાગ લેશે ઉપરાંત, હજુ વધુ દેશો જોડાઇ રહ્યા છે. અને આ દેશો રાજયમાં બિઝનેસની નવી તકો શોધશે. આમ આ દેશો સાથેનો સતત સહયોગ ગુજરાતને એક ગ્લોબલ બિઝનેસ માટેનું  “મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન” બનાવે છે.
હાલના કપરાકાળ વચ્ચે પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022એ વિશ્વને ગુજરાતમાં રોકાણની તકોના નિદર્શન માટે તૈયાર છે. અને બિઝનેસના વડા અને સીઇઓની હાજરીમાં વિશાળ સમિટ તમામને આવકાવા તૈયાર છે. આ સમિટમાં અલ્તાન અહેમદ બિન સુલેમ Ahmed bin Sulayem (ડી પી વર્લ્ડ ),ડીડીઅર કાશીમાઇરો Mr. Didier Casimiro (રોસનેફટ), ટોની ફાઉન્ટેન Mr Tony Fountain (નયારા એનર્જી લિ.) , તોશિહિરો સુઝુકી Mr. Toshihiro Suzuki(સુઝુકી મોટર કોર્પ ),  ડો. વિવેક લાલ Dr. Vivek Lall (ગ્લોબલ એટોમીક્સ ગ્લોબલ કોર્પોરેશન),   મઇડા તાડશી Mr. Maeda  Tadashi (જાપાન બેંક ફોર ઇન્ટરનેશલ કોઓપરેશન), શૈલ ગુપ્તે Mr. Salil Gupte (બોઇંગ ઇન્ડિયા પ્રા, લિ ) અને વિલીયમ બ્લેર Mr. William L. Blair (લોકડીહ માર્ટીન ઇન્ડિયા પ્રા, લિ) ખાસ હાજરી આપશે.અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ આ સમિટમાં હાજરી આપશે તેમાં મુકેશ અંબાણી ( આરઆઈએલ ),ગૌતમ અદાણી (અદાણી ગ્રુપ ), કે એમ બિરલા ( આદિત્ય બિરલા ગ્રુપ), સુનિલ ભારતી મિત્તલ (ભારતી એન્ટરપ્રાઇસ), અશોક હિન્દુજા (હિન્દુજા ગૃપ), એન. ચંદ્રશેખરન ( ટાટા ગ્રુપ),  અને હર્ષ ગોએન્કા (RPG ગ્રુપ) ખાસ હાજરી આપશે,  ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટએ ગુજરાતની ઉદ્યોગસાહસિકતાને સાકાર કરવા કટિબધ્ધ છે. સાથે વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા સજ્જ છે.
વિવિધ સેકટર જેવા કે, એવીએશન, ઓટોમોબાઇલ, ફાઇનાન્સિયલ સર્વિસ, એનર્જી, ડિફેન્સ, રીટેઇલ, અને રિયલ્ટીના અગ્રણીઓ સમિટમાં હાજરી આપશે, તેઓ ગુજરાતમાં રહેલી વિપુલ તકો અને ક્ષમતાઓને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે. વાઇબ્રન્ટ સમિટ આગામી સમયના વિકાસ માટેના પાયાનુ ઘડતર કરવાની સાથે રાજયના વિકાસને આગળ ધપાવશે
દેશના આર્થિક-સામાજીક વિકાસમાં ગુજરાતને એક રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર રાજય બનાવવાની નેમ સાથે આ સમિટનું વિચારબીજ વર્ષ  2003માં માનનીય વડાપ્રધાન મોદી (તત્કાલીન ગુજરાતના મુખ્યપ્રધાન) મુક્યુ હતુ. તેના થકી આજે ગુજરાત રાજય ભારતની આર્થિક વૃધ્ધિના કેન્દ્રમાં છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ અંગે  ગુજરાતના માનનીય મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, “સમિટ અંગે અમને મળેલા પ્રતિસાદથી અમે ઉત્સાહિત છીએ  અને વિશ્વાસ છે કે ગુજરાત રાજય વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતની ઘોષણાને સાર્થક કરશે. આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022એ તમામ અપેક્ષાઓ પુર્ણ કરવાની સાથે આગામી સમયના વૃધ્ધિનો પાયો મજબુત કરશે.”
સમિટની તડામાર તૈયારીઓ અંગે રાજયના  મુખ્યપ્રધાન પટેલે ઉમેર્યુ હતું કે,” વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022  માટે વિશ્વસ્તરે ઉત્સાહ અને રસ જોવા મળી રહ્યો છે. અમને 15 જેટલા વિદેશી પ્રધાનો, ચાર વિદેશના ગવર્નર કે સ્ટેટના વડા અને ગ્લોબલ બ્રાંડના સીઇઓએ સમિટમાં ખાસ હાજરી આપશે તેવી પુષ્ટી તેમણે આપી છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ2022એ તેમાં ભાગ લેનારા, રાજય અને દેશ માટે નવા કિર્તીમાન સર કરશે.” વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ ની થીમ પર આત્મનિર્ભર અને એન્ટપ્રાઇઝીંગ ઇન્ડિયા માટે માર્ગ મોકળો કરશે

New up 01

Related posts

સી.આર. પાટીલે રેકોર્ડબ્રેક બહુમતીથી ભાજપનો વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યા

Ahmedabad Samay

કડી વિધાનસભા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Ahmedabad Samay

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે સમાજનું દ્રુતીય સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ચીનને ભારત સરકાર તરફથી વધુ એક ઝટકો, ચીની ૧૧૮ એપ બેન્ડ

Ahmedabad Samay

SGVP ગુરુકુલ ખાતે મેરી માટી મેરા દેશ મહોત્સવની ભવ્ય ઉજવણી, શહીદ મહીપતસિંહજી વાળાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થીઓએ હેલિકોપ્ટરમાં બેસીને હેરીટેજ સિટી અમદાવાદનો નજારો માણ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો