August 9, 2026
દેશ

કિન્નરોને મુખ્ય ધારામાં જોડવાના પ્રયાસરૂપે ટ્રાન્સજેન્ડર પોર્ટલ અસીમ અરૂણ દ્વારા શરૂ કરાયું

ઉત્તર પ્રદેશ સરકારે થર્ડ જેન્ડરને પણ સમાનતાનો અધિકાર આપવાની ચિંતા કરી છે. તેમને પણ શિક્ષણથી માંડીને સુરક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પહેલ શરૃ કરાઇ છે. તેમની સમસ્યાઓ પર વિચાર કરવા ઉપરાંત તેમને કઇ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તેના માટે એક સમિતિ પણ બનાવાઇ છે. કલેકટર આ કમિટીના અધ્યક્ષ રહેશે. રાજ્યના દરેક જીલ્લાઓમાં આ અભિયાન શરૂ કરાયું છે.

રાજયના સમાજકલ્યાણ, અનુસૂચિત જાતિચ અને જનજાતિ કલ્યાણ પ્રધાન અસીમ અરૃણ દ્વારા યોગી સરકારના નિર્દેશો  પર થર્ડ જેન્ડરને મુખ્ય ધારામાં જોડવા માટે કામ થઇ રહ્યું છે. અસીમ અરૃણનું કહેવું છે કે કિન્નર કોઇ પણ સુવિધાથી વંચિત ના રહેવા જોઇએ. અત્યાર સુધી કિન્નરો ઘણી સુવિધાઓથી વંચિત છે અને તેઓ સુવિધાઓની માંગણી પણ નથી કરી શકતા, તેમની સમસ્યાઓના નિરાકરણ તથા અન્ય સુવિધા ઉપાલબ્ધ કરાવવા માટે યોજના બનાવાઇ છે. જેના હેઠળ જીલ્લાઓમાં કમિટી બનાવવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે આ કમિટીમાં કિન્નરોના બે પ્રતિનિધીઓ પણ સામેલ કરાયા છે.

કિન્નરોને મુખ્ય ધારામાં જોડવાના પ્રયાસરૃપે ટ્રાન્સજેન્ડર પોર્ટલ અસીમ અરૃણ દ્વારા શરૃ કરી દેવાયું છે. યોગી સરકારે કિન્નરોની પ્રગતિ માટે ઘણા નિર્ણયો લીધા છે. અસીમ અરૃણે કહ્યું કે કિન્નરોને મુખ્ય ધારામાં લાવવા માટે ભારત સરકારના ટ્રાન્સજેન્ડર પોર્ટલ પર તેમનું રજીસ્ટ્રેશન ઝડપથી કરવામાં આવશે. ટ્રાન્સજેન્ડરોને શિક્ષિત  કરવા માટે તેમને શાળાઓમાં પ્રવેશ અપાશે. તેમની સુરક્ષા માટે દરેક પોલિસ સ્ટેશનમાં સુરક્ષા વિભાગ પણ સ્થાપિત કરવામાં આવશે.

જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી લલિતા યાદવે જણાવ્યું કે અત્યારે તેમના આવાસની સમસ્યા સામે આવી છે. આવાસ બાબતે તેમને બહુ મુશ્કેલી પડે છે. તેના નિરાકરણ માટે પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત તેમની આવક બાબતે પણ વિચારણા કરીને કોઇ રસ્તો કાઢવામાં આવશે.

Related posts

લેબેનોનનું પાટનગર બૈરૂત બંદરે ૨૭૫૦ ટન એટલે કે અંદાજે (૧.૧ કિલો ટન ટી.એન.ટી.) વિસ્ફોટ

Ahmedabad Samay

વીજળી પડવાથી ૯૦થી વધુ લોકોના મૃત્યુ, બિહાર માં આશરે ૮૩ અને ઉત્તર પ્રદેશમાં ૦૯ લોકોના મૃત્યુ

Ahmedabad Samay

JL50 રિવ્યુ

Ahmedabad Samay

નાના પાટેકરે પોતાના નિર્મલા ગજાનન ફાઉન્ડેશન અંતર્ગત આ મુલાકાત લીધી, ૧૧૭ પરિવારોને કુલ ૪૨ લાખની મદદ આપવામાં આવી

Ahmedabad Samay

ચેક ક્‍લિયરિંગને ઝડપી બનાવવાના ઉદ્દેશથી નવી ‘રિયલ-ટાઇમ ચેક ક્‍લિયરન્‍સ સિસ્‍ટમ’ માં ખામી આવતા ટૂંક સમયમાં ચેક ક્લિયર થવાના બદલે છ દિવસ સુધી ક્લિયર નહિ થયા

Ahmedabad Samay

CBSE ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો