February 8, 2025
દેશ

લેબેનોનનું પાટનગર બૈરૂત બંદરે ૨૭૫૦ ટન એટલે કે અંદાજે (૧.૧ કિલો ટન ટી.એન.ટી.) વિસ્ફોટ

લેબેનોનનું પાટનગર બૈરૂત દેશનું મોકાનું આંતરરાષ્ટ્રીય બંદર છે. ત્યાં ૨૭૫૦ ટન એટલે કે અંદાજે (૧.૧ કિલો ટન ટી.એન.ટી.) અતિ વિસ્ફોટક એમોનિયમ નાઈટ્રેટ વેરહાઉસમાં સ્ટોર કરવામાં આવ્યા હતા. બંદર મેનેજમેન્ટની બેદરકારી એ હદની બહાર આવી કે કોઈ સલામતિ કે જ્વલનશીલ સંપર્કથી તે દૂર રહે તેની તકેદારી નહોતી રખાઈ. આ ધડાકો એ હદનો હતો કે ૪૦૭ ફૂટની ત્રીજ્યા ધરાવતો ૧૪૧ ફૂટ ઉંડો ખાડો પડી ગયો હતો. પાંચ ચોરસ કિલોમીટર સુધીના બંદર નજીક ઉભા થયેલા વેરહાઉસ, પાર્ક થયેલી ૧૦૦૦ હજારથી વધુ કાર, કન્ટેઈનરના ફૂડચા થઈ ગયા હતા.

બંદર મજૂરના આવાસો ધરતીકંપની જેમ ધણધણી ઉઠયા હતા. જો કે ધડાકા પછી થોડી આગ પ્રસરતા વાર લાગી તેને લીધે બે હજારથી વધુ જાનહાનિ ટળી હતી. આમ છતાં ૨૦૫ના મૃત્યુ થયા. ૬૫૦૦ ઈજાગ્રસ્ત થયા જેમાંથી ૧૫૦ કાયમ માટે અપંગ બની ગયા. ૧૫ અબજ ડોલર જેટલું તો નુકસાન થયું. નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળતા સરકાર સામે દેખાવો થયા. લેબેનોનની આખી સરકારે રાજીનામુ આપી નૈતિક જવાબદારી સ્વીકારી

Related posts

પી.એમ મોદીએ રાષ્ટ્રજોગ દરમિયાન વિવાદિત ત્રણેય કૃષિ કાનુનોને પરત લેવાની જાહેરાત કરી હતી

Ahmedabad Samay

વડા­ધાન નરેન્દ્રભાઈ મોદીઍ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો

Ahmedabad Samay

નવા વર્ષમાં બની મોટી દુર્ઘટના, વૈષ્ણવદેવીમાં ભાગ દોડ થતા ૧૨ લોકોના મોત

Ahmedabad Samay

શોએબ અખ્તરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઉકેલ્યું

Ahmedabad Samay

ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કોરોના ભારત માંથી સમાપ્ત થઇ જશે.

Ahmedabad Samay

મહારાષ્ટ્રમાં ૨૮ માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો