June 28, 2026
દેશ

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ પ્રથમ સ્‍વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત નેવીને સોંપ્‍યું

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ પ્રથમ સ્‍વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત નેવીને સોંપ્‍યું. INS વિક્રાંતની ખાસ વાત એ છે કે તે સ્‍વદેશી યુદ્ધ જહાજ છે. તેને ૨૦૦૯માં બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ નેવી ૧૩ પછી મળી છે. આ સાથે પીએમ મોદીએ નેવીના નવા ચિホનું પણ અનાવરણ કર્યું. નૌકાદળનું નવું ચિホ એ વસાહતી ભૂતકાળને દૂર કરવા અને ભારતીય મેરીટાઇમ હેરિટેજથી સજ્જ છે.

IAC વિક્રાંત પાસે ૨,૩૦૦ કમ્‍પાર્ટમેન્‍ટ્‍સ સાથે ૧૪ ડેક છે જે લગભગ ૧,૫૦૦ જવાનોને લઈ જઈ શકે છે અને તેમની ખાદ્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે, તેનું રસોડું લગભગ ૧૦,૦૦૦ રોટલી બનાવી શકે છે. યુદ્ધ જહાજમાં ૮૮ મેગાવોટ પાવરની ચાર ગેસ ટર્બાઇન ફીટ કરવામાં આવી છે અને તેની મહત્તમ ઝડપ ૨૮ (નોટ) નોટની છે. તે ૨૦,૦૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્‍યું છે. સંરક્ષણ મંત્રાલય અને CSL વચ્‍ચેના સોદાના ત્રણ તબક્કામાં સમગ્ર પ્રોજેક્‍ટ આગળ વધ્‍યો છે. તે મે ૨૦૦૭, ડિસેમ્‍બર ૨૦૧૪ અને ઓક્‍ટોબર ૨૦૧૯માં પૂર્ણ થયું હતું. તે ‘આત્‍મનિર્ભર ભારત’નું સંપૂર્ણ ઉદાહરણ છે, જે ‘મેક ઇન ઇન્‍ડિયા’પહેલ પર ભાર મૂકે છે.

INS વિક્રાંતનું વજન ૪૫૦૦૦ ટન છે. એટલે કે તેને બનાવવામાં ફ્રાન્‍સના એફિલ ટાવરના વજન કરતાં ચાર ગણું વધુ લોખંડ અને સ્‍ટીલનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. એટલું જ નહીં તેની લંબાઈ ૨૬૨ મીટર અને પહોળાઈ ૬૨ મીટર છે. એટલે કે, તે બે ફૂટબોલ ક્ષેત્રો બરાબર છે. પ્રથમ સ્‍વદેશી યુદ્ધ જહાજમાં ૭૬% સ્‍વદેશી ઉપકરણો છે. તેના પર  ૪૫૦ કિમીની રેન્‍જ ધરાવતી બ્રહ્મોસ મિસાઈલ પણ તૈનાત કરવામાં આવશે. તેમાં ૨૪૦૦ કિમીની કેબલ છે. એટલે કે કોચીથી દિલ્‍હી સુધી કેબલ પહોંચી શકશે.

IAC વિક્રાંત (સ્‍વદેશી એરક્રાફ્‌ટ કેરિયર) માં ૩૦ એરક્રાફ્‌ટ તૈનાત કરી શકાય છે. આ સિવાય MiG-29K ફાઈટર જેટ ઉડ્ડયન દ્વારા એન્‍ટી એર, એન્‍ટી સરફેસ અને લેન્‍ડ એટેકમાં પણ ભૂમિકા ભજવી શકે છે. આ સાથે કામોવ ૩૧ હેલિકોપ્‍ટર પણ ઉડી શકે છે. વિક્રાંત નેવીમાં જોડાવા સાથે, ભારત હવે એવા દેશોમાં જોડાઈ ગયું છે કે જેઓ સ્‍વદેશી એરક્રાફ્‌ટ કેરિયર્સને ડિઝાઇન અને બનાવવાની ક્ષમતા ધરાવે છે.

૨૦ હજાર કરોડના ખર્ચે બનેલ INS વિક્રાંત ૨૬૨ મીટર લાંબુ અને ૬૨ મીટર પહોળું છે. આ અર્થમાં, તેના ફ્‌લાઇટ ડેકનું કદ બે ફૂટબોલ ક્ષેત્રો જેટલું બને છે. આ કેરિયર મહત્તમ ૨૮ નોટની ઝડપ સાથે એક જ વારમાં ૭ હજાર ૫૦૦ નોટિકલ માઈલ (લગભગ ૧૪ હજાર કિમી)નું અંતર કાપી શકે છે. ભારતના દરિયાઈ ઈતિહાસમાં દેશમાં આટલું વિશાળ જહાજ બનાવવામાં આવ્‍યું છે. ખાસ વાત એ છે કે તેનું નામ ભારતના પહેલા એરક્રાફ્‌ટ કેરિયરના નામ પરથી રાખવામાં આવ્‍યું છે, જેણે પાકિસ્‍તાન સામે ૧૯૭૧ના યુદ્ધમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

આ વિશાળ જહાજમાં કુલ ૧૮ માળ છે, જેમાં ૨૪૦૦ કમ્‍પાર્ટમેન્‍ટ બનાવવામાં આવ્‍યા છે. ૧૬૦૦ મજબૂત ક્રૂ અહીં રહી શકે છે. જેમાં મહિલાઓની જરૂરિયાત મુજબ ખાસ કેબિન બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે INS વિક્રાંતમાં આધુનિક સુવિધાઓથી સજ્જ રસોડું છે, જેમાં હાજર એક યુનિટ પ્રતિ કલાક ૩ હજાર રોટલી તૈયાર કરી શકે છે.

Related posts

જમ્મુ એરપોર્ટ પર ડ્રોનથી હુમલ્લો કરાયો, પહેલી વાર કરાયું ડ્રોનથી હુમલો

Ahmedabad Samay

જમ્મુમાં સુરક્ષાદળને મોટી સફળતા, હિજબુલના મોટા કામન્ડરનો કર્યો ખાતમો

Ahmedabad Samay

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આખરે 52 વર્ષના લાંબા ઇંતજારનો અંત લાવયો, પ્રથમવાર ODI વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો

Ahmedabad Samay

જયપુરના ફુલેરામાં વણઝારા સમાજ અને દુકાનદારો ની વચ્ચે ચાલી રહેલ સમસ્યાનો આવ્યો અંત

Ahmedabad Samay

નેપાળના વડાપ્રધાને ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું

Ahmedabad Samay

તમિલનાડુના કરુરમાં શનિવારે અભિનેતા અને તમિલનાડુ વેટ્ટી કઝગમ (TVK)ના વડા વિજયની ચૂંટણી રેલી દરમિયાન એક ભયાનક ભાગદોડ મચી, આશરે ૩૬ લોકોના મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો