ઇન્કમટેસ્સ વિભાગે રિટર્ન ફાઇલિંગને વધુ સરળ અને ત્વરિત બનાવ્યું છે. આજથી નવું પોર્ટલ કાર્યરત થશે. આ પોર્ટલની ખાસિયત એવી છે કે કરદાતા જાતે જ રિટર્ન ફાઇલ કરી શકશે. સીએની જરૂરિયાત નથી. આ પોર્ટલ પર કરદાતા ગુજરાતી ભાષામાં પણ માહિતી અપલોડ કરી શકશે
પોર્ટલમાં નવા ફેરફારો આ મુજબ છે
1.હાલમાં કરદાતા અને ચાર્ટડ એકાઉન્ટન્ટ માટે અલગ લોગીન થાય છે. ક્લાયન્ટ નવા પોર્ટલમાં સીએ અને એડવોકેટના લોગીનમાં ક્લાઈન્ટ પણ કનેક્ટ થશે.
2. કરદાતાઓ જાણતા નથી હોતા કે તેમણે કયું આઈટીઆર ફાઇલ કરવાનું છે. માટે સીએ પર આધાર રહેતો હતો. નવા પોર્ટલમાં કરદાતાઓને કેટલાક સરળ પ્રશ્નો પૂછવામાં આવશે તે પછી પોર્ટલ જણાવશે કે કરદાતાઓએ આઈટીઆર 1-2-3 માંથી ક્યુ ભરવાનું છે.
3.પ્રાદેશિક ભાષાઓમાં માહિતી પોર્ટલ પર મળશે. અત્યારસુધી માહિતી ફક્ત અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ હતી.