August 8, 2026
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ-મુંબઇ હાઇ સ્‍પીડ ટ્રેન પ્રોજેકટનું પહેલુ સ્‍ટેશન સાબરમતી ખાતે લગભગ તૈયાર થઇ ગયુ છે

અમદાવાદ-મુંબઇ હાઇ સ્‍પીડ ટ્રેન પ્રોજેકટનું પહેલુ સ્‍ટેશન સાબરમતી ખાતે લગભગ તૈયાર થઇ ગયુ છે. આ અત્‍યંત આધુનિક સ્‍ટેશનમાં હાઇ સ્‍પીડ રેલ્‍વે સ્‍ટેશનસ, વેસ્‍ટર્ન રેલ્‍વે સ્‍ટેશન્‍સ, મેટ્રો સ્‍ટેશન્‍સ અને ફુટ ઓવર બ્રીજ દ્વારા બીઆરટીએસની કનેકટીવીટી મળશે.

૯ માળનું આ બીલ્‍ડંગ ૧.૩૬ લાખ ચોરસ મીટરમાં ફેલાયેલુ છે અને તેમાં ત્રણ ફુટ ઓવરબ્રીજ છે બીલ્‍ડીંગની બહારની દિવાલો પર મહાત્‍મા ગાંધીના મીઠાના સત્‍યાગ્રહના ચિત્રો દોરાયા છે અને તે હાઇ સ્‍પીડ રેલના ઉત્તર ટર્મીનલ તરીકે કામ કરશે.

તેમાં હોટેલો, રેસ્‍ટોરન્‍ટો, ફુડ કોર્ટસ અને એક કીડકા પ્‍લે એરીયા હશે, જયારે બીલ્‍ડીંગના ત્રણ માળ અને ભોંયતળીયું વાહનોના પાર્કીગ માટે જ રહેશે. લગભગ ૧૨૦૦ જેટલી કારને પાર્ક કરી શકાય તેટલી ક્ષમતા છે. લગભગ ૩૧,૫૦૦ ચોરસ મીટરનો વિસ્‍તાર વ્‍યાપારીક વપરાશ માટે રહેશે. બીલ્‍ડીંગના ચોથા અને ૭ માળે ટેરેસ ગાર્ડન રહેશે. બીલ્‍ડીંગમાં કુલ ૬૦ રૂમની કેપેસીટી સાથે વિવિધ હોટલો હશે, સ્‍પેશીયાલીટી રેસ્‍ટોરન્‍ટો અને બાળક્રીડાંગણ પણ હશે. મેટ્રો રેલ પ્રોજેકટના બધા સ્‍ટેશનો પર સોલર રૂફ ટોપ હશે. તેમણે કહ્યું કે વાપીથી સાબરમતી વચ્‍ચેના ૮ સ્‍ટેશનોનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે.”

Related posts

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ અદભુત પ્રદર્શન કરતા ગુજરાત ટાઈટન્સને ૫ વિકેટે પરાજય આપીને સતત બીજી વખત IPLની ચમકતી ટ્રોફી પર કબ્જો કર્યો

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીરના પહલગામમાં મોટો આંતકી હુમલો, જ્ઞાતી પૂછી પૂછીને મારવામાં આવ્યા

Ahmedabad Samay

૩૩૧ જગ્યા પર આવી આંગણવાડીમાં ભરતી.

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર ભગવો લહેરાવ્યો

Ahmedabad Samay

કૃષ્ણનગરના પી.આઇ. એ.જે.ચૌહાણની બુટલેગરો સામે લાલઆંખ

Ahmedabad Samay

ધો.૦૮ – ૧૦ પાસ માટે સુવર્ણ તક, રાજ્યની તમામ આઇ. ટી.આઇ માં ટેકનીકલ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો