September 27, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

૧૬ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકે ફરી ભુપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા,

આજ રોજ વિધાનસભામાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તેમજ ૧૬ મંત્રીઓ આજે બપોરે ૨.૧૫ કલાકે શપથ લીધા છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી, કેન્‍દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, રાજનાથસિંહ, પાર્ટીના રાષ્‍ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના મહાનુભાવો અને રાજ્‍યભરના હજારો કાર્યકરોની હાજરીમાં શપથવિધિ સંપન્‍ન થઇ છે. મુખ્‍યમંત્રી ઉપરાંત આઠ કેબિનેટ મંત્રીઓ અને આઠ રાજ્‍યકક્ષાના મંત્રીઓ સહિત ૧૭ સભ્‍યોનું મંત્રીમંડળ થયું છે.

આજે શપથ લેનાર મંત્રીઓમાં રૂષીકેશ પટેલ, કનુભાઇ દેસાઇ, રાઘવજીભાઇ પટેલ, બચુભાઇ ખાબડ, જગદીશ પંચાલ, કુબેર ડિંડોર, મુકેશ પટેલ, હર્ષ સંઘવી વગેરેનો સમાવેશ થાય છે.

નવા મંત્રીઓમાં મુળુભાઇ બેરા, ભાનુબહેન બાબરીયા, ભીખુભાઇ પરમાર, પ્રફુલભાઇ પાનસેરીયા, કુંવરજી હળપતિ, બળવંતસિંહ રાજપૂત, પુરૂષોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે. કુલ ૧૬ પૈકી ૮ કેબીનેટ અને ૮ રાજ્‍યકક્ષાના મંત્રી છે.

આજે શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન, કેન્‍દ્રીય ગૃહ મંત્રી તેમજ ભાજપ શાસિત રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ અને કેન્‍દ્રીય મંત્રી મંડળના મંત્રીઓ ઉપસ્‍થિત રહેલ.

શપથવિધિ સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે કેબિનેટ બેઠકમાં વિધિવત મંત્રીઓના ખાતાની ફાળવણી કરવામાં આવશે. નવા મંત્રી મંડળમાં મુખ્‍યમંત્રી સહિત બે કડવા પટેલ, એક અનુસૂચિત જાતિ, બે લેઉવા પટેલ, એક આહિર, ત્રણ કોળી, એક ક્ષત્રિય, એક બ્રાહ્મણ વગેરેનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.  શપથવિધિ બાદ કેબિનેટ બેઠકમાં ખાતા ફાળવણી થશે. મંત્રીમંડળમાં મુખ્‍યમંત્રી સહિત ૨૭ સભ્‍યોને લઇ શકાય. હાલ ૧૭ સભ્‍યોનું મંત્રીમંડળ બનાવી ૧૦ જગ્‍યા ખાલી રાખવામાં આવી છે. ભવિષ્‍યમાં વિસ્‍તરણ થાય તેવી સંભાવના છે. આજે ૮ કેબિનેટ અને ૮ રાજ્‍ય

Related posts

ઇટાલીના G20 સમિટમાં પીએમ મોદીને સેન્ટર સ્ટેજ મળ્યું.

Ahmedabad Samay

ભારતે ન્યુઝીલેન્ડને ૯૬ રને પરાજય આપીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમેં ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

ભાજપમાં આંતરિક રોષ ઉભો થતા મંત્રીમંડળનું સંભવિત વિસ્તરણ હાલ તુર્ત ટાળી દેવામાં આવ્યુ

Ahmedabad Samay

વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ વિતરણ કરાશે.

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવાઇ

Ahmedabad Samay

ચેટી ચંડ પર્વ નિમિત્તે  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો