September 21, 2026
અપરાધગુજરાત

મેઘાણીનગરમાં જાહેરમાં થઈ હત્યા, રીંકુ ઉર્ફે ટમાટરે જાહેરમાં કરી હત્યા

અમદાવાદના  મેઘાણીનગર વિસ્તારમાં નવા વર્ષમાં બે મોટી ઘટના બની ચુકી છે ૦૧ તારીખે લૂંટનો બનાવ તો ૦૨ તારીખે હત્યાનો બનાવ બન્યો છે જે થી નવા વર્ષમાં અમદાવાદમાં મેઘાણીનગર અપરાધ માટે ચર્ચાનો વિષય બન્યો છે ,

મેઘાણીનગરના ભાર્ગવ રોડ પરની ડિફેન્સ કોલોનીમાં નવા વર્ષના પ્રથમ દિવસે શુક્રવારે સાંજે જાહેરમાં ચાકુના ઘા મારી મિત્રએ જ મિત્રની હત્યા કરી . પોલીસે હત્યાના બનાવ અંગે બે યુવકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં  મુજબ, નાસ્તો કરવા બાબતે બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીમાં મૃતકે આરોપી મિત્રને લાફા માર્યા હતા. જેની અદાવતમાં આરોપીએ મૃતકને સાંજે પોતાની પાસે બોલાવી ઉપરાછાપરી  છરીના ૦૪ ઘા મારી મોતના ઘાટ ઉતારી નાખ્યો હતો

પોલીસના જણાવ્યા મુજબ, મૃતક યુવક ઘનશ્યામ ઉર્ફ બાબા જગમોહન રાજપૂત  ડિફેન્સ કોલોની ગલી નંબર-૪ ભાર્ગવ રોડ મેઘાણીનગર ખાતે રહેતો હતો. શુક્રવારે બપોરે ૦૨.૩૦ વાગ્યે ઘનશ્યામ ઉર્ફ બાબા રાજપૂત, રીંકુ ઉર્ફ ટમાટર અને અન્ય મિત્રો ડિફેન્સ કોલોની પાસે આવેલા ખુલ્લા મેદાનમાં નાસ્તો કરતા હતા. તે સમયે બોલાચાલી થતા ઘનશ્યામે મિત્ર રીંકુ ઉર્ફ ટમાટરને બે-ત્રણ લાફા મારી દીધા હતા.

તે દરમિયાન સાંજે ૪.૩૦ વાગ્યે ઘનશ્યામ ઉર્ફ બાબા ડિફેન્સ કોલોની ગાયત્રી મંદિર પાસે તેના મિત્રો દેવેન્દ્રકુમાર રાજપૂત, ધીરજ ઠાકુર, રામનરેશ તોમર અને દિલીપ યાદવ પાસે ઉભો હતો, ત્યારે ઘનશ્યામે બપોરે રીંકુ સાથે બનેલી તકરારની ઘટનાની વાત કરી હતી. તે સમયે 100 મીટર દૂર ઉભેલા રીંકુએ ઘનશ્યામને બૂમ મારીને પોતાની પાસે બોલાવ્યો હતો.

ઘનશ્યામ અને રીંકુ બન્ને વાતચીત કરતા હતા. ચેતને ઘનશ્યામના બે હાથ પાછળથી પકડી લીધા અને અચાનક રીંકુ ઉર્ફ ટમાટરે તેની પાસેનું ચાકુ કાઢી ઘનશ્યામને ઉપરાછાપરી ચાર ઘા મારી દીધા હતા અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ઘનશ્યામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. સારવાર દરમિયાન સાંજે ૫ વાગ્યે  ઘનશ્યામને ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.

આ બનાવને પગલે મેઘાણીનગર પોલીસે મૃતક ઘનશ્યામ ઉર્ફ બાબાના મિત્ર દેવેન્દ્રકુમાર રામપલતસિંહ રાજપૂત ની ફરિયાદ આધારે આરોપી રીંકુ ઉર્ફ ટમાટર ભગવાનદાસ રહેદાસ અને તેના પિતરાઈ ભાઈ ચેતન બિરન રહેદાસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આખું ધંધુકા પંથક ભડકે બળયુ, ધર્મેશ ગમારા નામના યુવકની ઘાતકી હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની ગંભીર સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીની ઓફિસે પહોંચીને જોરદાર હોબાળો મચાવ્યો

Ahmedabad Samay

મેઘાણીનગરમાં સાસુ અને જેઠે મળી વહુને બળજબરીથી ફીનાઇલ પીવળાવ્યું

Ahmedabad Samay

સુરતની સેશન્સ કોર્ટમાંથી રાહુલ ગાંધીને ફરી ઝટકો, રાહત માટે હાઈકોર્ટ પહોંચી શકે છે

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત કરાઇ

Ahmedabad Samay

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો,જાણો ક્યાં કારણો સર તૂટ્યો પુલ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો