September 30, 2026
જીવનશૈલીતાજા સમાચાર

જો આપ બધું પડતો ફોનનો વપરાશ કરતા હશોતો ચેતી જજો, વારંવાર ફોન જોવાનું ટાળો

લોકોનું હાલનું જીવન ભાગાદોડીવાળું અને સ્‍ટ્રેસફુલ થઇ ગયું છે. આ ફાસ્‍ટ લાઇફમાં લોકો પણ દિવસેને દિવસે વધુને વધુ ઝડપી થઇ રહ્યા છે. હાલના દિવસોમાં અનેક લોકોને વારંવાર સ્‍માર્ટફોન ચેક કરવાની આદત પડી ગયેલી જોવા મળે છે. આ આદતના કારણે હેલ્‍થને નુકસાન પણ થઇ શકે છે.

આજની આ ફાસ્‍ટ લાઇફમાં દિવસેને દિવસે મોબાઇલ ફોનનો ઉપયોગ વધતો જાય છે. અનેક લોકોને સ્‍માર્ટફોન વગર ચાલતું જ નથી. સ્‍માર્ટફોનની આદત એટલી હદ સુધી લોકોમાં વ્‍યાપી ગઇ છે. હવે એ લોકો માટે એવું કહેવાય છે કે તેમને એક ટાઇમ જમવાનું નહીં મળે તો ચાલશે, પણ ફોન તો સાથે જ હોવો જોઇએ. એવું લાગી રહ્યું છે કે જાણે સ્‍માર્ટફોન લોકોની જિંદગીમાં એક અવિભાજય અંગ બની ગયું છે, પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે જો તમને પણ વારંવાર સ્‍માર્ટફોન ચેક કરવાની આદત છે તો તમારે આ આદતને સુધારવી જોઇએ.

આ આદતના કારણે તમને અનેક ઘણું નુકસાન થઇ શકે છે. આ આદત તમારા સ્‍વાસ્‍થ્‍ય માટે ખરાબ સાબિત થઇ શકે છે. એક અહેવાલ મુજબ સરેરાશ વ્‍યક્‍તિ દિવસમાં ૮૫ વાર એમનો ફોન ચેક કરતા હોય છે, એટલે કે દર ૧૫ મિનિટમાં એકવાર. બીજી રીતે એવું કહી શકાય કે તમે જે કામ કરી રહ્યા છો એમાંથી દર પંદર મિનિટે તમે ભટકી રહ્યા છો, જેના કારણે તમારી એકાગ્રતાનો ભંગ થાય છે.

જો તમે તમારા ફોનમાં વધારેમાં વધારે સમય પસાર કરો છો તો એના કારણે એની ખરાબ અસર તમારા મગજ પર પણ પડી શકે છે. તેથી જો તમને વારંવાર સ્‍માર્ટફોન ચેક કરવાની આદત છે તો તમારે સર્તક થઇ જવાની જરૂર છે.

સ્‍માર્ટફોનના વધારે પડતા ઉપયોગથી એમાંથી નિકળતા રેડિએશનથી કેન્‍સર થવાનું જોખમ રહેલું છે.

Related posts

ભારતે ન્યુઝીલેન્ડને ૯૬ રને પરાજય આપીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમેં ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

વિરમગામ અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવી.

Ahmedabad Samay

મોદી સરકારની ૩.૦ કેબિનેટમાં અન્ય પક્ષોમાંથી પાર્ટીમાં આવેલા નેતાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું

Ahmedabad Samay

ઘરે જ બનાવવું છે બજાર જેવું પનીર? ગાય નહીં પણ આ પ્રાણીના દૂધનો ઉપયોગ કરવાથી વધશે સ્વાદ

Ahmedabad Samay

વાદા કરતા હું…

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2023નું ઉદ્દઘાટન કર્યુ,જાણો ફલાવર શો વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો