August 25, 2026
ગુજરાત

સ્કૂલની બેદરકારી આવી સામે,ઠક્કર બાપાનગર વિસ્તારમાં આવેલી રઘુવીર સ્કૂલનો ગુમ થયેલો વિદ્યાર્થી ગઈકાલે મોડી રાત્રે એક વાગે કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી મળી આવ્યો.

અમદાવાદના ઠક્કર બાપાનગર વિસ્તારમાં આવેલી રઘુવીર સ્કૂલનાં ધોરણ નવમાં અભ્યાસ કરતો  વિદ્યાર્થી સ્કૂલના બેદરકારીના કારણે ગુમ થયો, સ્કૂલમાંથી જ વિદ્યાર્થીને ઉઠાવી ગયા,

ગુમ થયેલ વિદ્યાર્થી ગઈકાલે મોડી રાત્રે એક વાગે કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી મળી આવ્યો. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ઉપરથી વિદ્યાર્થી બદલાયેલા કપડામાં મળી આવતા અનેક સવાલ પેદા થયા છે. પરંતુ બાળક સુરક્ષિત મળી આવતા માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પરથી મળી આવેલું બાળક જે સમયે રઘુવીર વિદ્યાવિહાર સ્કૂલમાંથી ગુમ થયું હતું, તે સમયે વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં દરવાજાની બહાર જતો નજરે પડ્યો હતો. પરંતુ રેલવે સ્ટેશન ઉપરથી મળી આવેલો વિદ્યાર્થી જુદા જ કપડામાં મળી આવતા અનેક સવાલ પેદા થયા.

વિદ્યાર્થીએ જણાવ્યું કે જે સમયે તે સ્કૂલની અંદર આંકડા ઉપર બેઠો હતો, તે સમયે તેની પાસેથી પસાર થઈ રહેલા વ્યકિતએ તેને પોતાની પાસે બહારની તરફ આવવા માટે કહ્યું અને ઇશારો કરીને પોતાની તરફ બોલાવ્યો હતો. આ અજાણી વ્યક્તિએ બોલાવતા વિદ્યાર્થી બાંકડા પરથી ઉભો થઈ તેની પાછળ ગયો અને એ અજાણી વ્યક્તિત્વ દ્વારા તેને લાલ બસમાં બેસાડીને લઈ જવામાં આવ્યો હતો. આ બાળક રેલવે સ્ટેશન કેવી રીતે પહોંચ્યું એ અંગે વિદ્યાર્થીએ પોતાને કાઈ જાણ ન હોવાનું રટણ કર્યું. જો કે એ અજાણી વ્યક્તિ તેને રેલ્વે સ્ટેશન સુધી લઈ ગઈ હોવાની વિદ્યાર્થીએ વાત કહી. એ અજાણી વ્યકિતએ ધોતી પહેરી હતી અને હાથમાં લાકડી હતી તે પ્રકારનું વિદ્યાર્થીએ નિવેદન આપ્યું છે.

બે દિવસ સુધી રેલવે સ્ટેશન ઉપર શું કર્યું તે અંગે પૂછવામાં આવતા વિદ્યાર્થીએ કહ્યું કે જે વ્યક્તિ તેને લઈ ગયો હતો તેણે તેને જમાડ્યો પણ હતો. બટાકાનું શાક અને રોટલી પોતે જમ્યાનું તેણે નિવેદન આપ્યું છે. વિદ્યાર્થીએ કહ્યું કે, જ્યારે એ અજાણી વ્યક્તિ તેને રેલ્વે સ્ટેશન સુધી લઈ ગયો, તે વખતે એક મૂંગા વ્યક્તિએ તે વ્યક્તિ સાથે ન જવા આ ઇશારો કરીને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ વિદ્યાર્થીએ કહ્યું કે તે સમયે પોતે કાંઈ સમજી શક્યો નહીં અને આખરે એ વ્યક્તિ રેલવે સ્ટેશન ઉપર આ બાળકને લઈને પહોંચ્યું હતું. બાળકે કહ્યું કે રેલવે સ્ટેશન ઉપર પણ તેની કોઈએ મદદ કરી ન હતી.

Related posts

ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું,પરડાઈશ ઇંગ્લિશ સ્કૂલ નું H.S.C. નું ૧૦૦%પરિણામ

Ahmedabad Samay

અક્ષય તૃતીયાંશ નિમિતે શહેર મુજબ ખરીદીનો શ્રેષ્ઠ સમય

Ahmedabad Samay

અમદાવાદની કૃષ્ણનગર પોસ્ટ ઓફીસે જોવા મળયો સોશિયલ ડીસ્ટેન્સનો અભાવ

Ahmedabad Samay

અમદાવાદ: જુનિયર કલાર્કની પરીક્ષા શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મોબાઈલ, સ્માર્ટ વોચ, ટેબલેટ, પર્સ પર પ્રતિબંધ!

admin

અમદાવાદ – હાટકેશ્વર બ્રિજ મામલે, 4 આરોપીઓની આગોતરા જામીન અરજી પર આજે ચુકાદો

Ahmedabad Samay

ભગવાન જગન્નાથની રથયાત્રામાં બે મોટી દુર્ઘટના સર્જાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો