August 25, 2026
ગુજરાત

ધમાકેદાર વરસાદી માહોલ વચ્‍ચે હવે મેઘરાજા ધીમે-ધીમે વિરામ તરફ આગળ વધી રહ્યા છે

રાજ્‍યમાં છેલ્‍લા થોડા દિવસોથી જામેલા ધમાકેદાર વરસાદી માહોલ વચ્‍ચે હવે મેઘરાજા ધીમે-ધીમે વિરામ તરફ આગળ વધી રહ્યા છે. હવામાનના બદલાતા મિજાજ અંગે ર્ંવેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલ જણાવે ર્છેં કે, ઉત્તર-પૂર્વ મધ્‍ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ પર સક્રિય થયેલું  લો-પ્રેશર હવે નબળું પડી રહ્યું છે. આ સાથે જ ચોમાસાનો ટ્રફ આગામી ૧૦ જુલાઈ સુધીમાં હિમાલયની તળેટી તરફ ખસી જશે, જેના કારણે ગુજરાત રાજ્‍યમાં વ્‍યાપક અને ભારે વરસાદનું પ્રમાણ ધીમે-ધીમે ઘટવાની શક્‍યતા છે. જો કે, આગામી ૨ થી ૩ દિવસમાં ચોમાસું સમગ્ર દેશને આવરી લેશે.

સૌરાષ્ટ્ર અને કચ્‍છમાં આજથી જ વરસાદની પ્રવૃત્તિઓમાં મોટો ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ ગઈ છે. આગામી ૮ થી ૧૫ જુલાઈના આગાહી સમયગાળા દરમિયાન આ વિસ્‍તારોમાં માત્ર છૂટાછવાયા હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની જ શક્‍યતા છે.

સૌરાષ્ટ્રમાં વરસાદનું વિતરણઃ અંદાજે ૯૦% વિસ્‍તારમાં ૨૫ મિમી સુધીનો હળવો વરસાદ, જ્‍યારે બાકીના ૧૦% વિસ્‍તારમાં ૨૫ થી ૭૫ મિમી વરસાદ થઈ શકે છે.

કચ્‍છમાં વરસાદનું વિતરણઃ અંદાજે ૭૦% વિસ્‍તારોમાં ૨ મિમીથી પણ ઓછો એટલે કે નહિવત વરસાદ રહેશે, જ્‍યારે માત્ર ૩૦% વિસ્‍તારમાં ૨ થી ૨૫ મિમી સુધીના ઝાપટા પડી શકે છે.

ગુજરાત રિજિયનઃ આવતીકાલથી વરસાદી વિસ્‍તાર અને પ્રમાણ ઘટશે ગુજરાત રિજિયન (ઉત્તર, મધ્‍ય અને દક્ષિણ ગુજરાત) ના હવામાન અંગે વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલ જણાવે ર્છેં કે, અહીં આગામી ૧૦ જુલાઈથી વરસાદનું જોર ઘટશે. જો કે, તે પહેલાં ૮ અને ૯ જુલાઈ દરમિયાન હજુ પણ વ્‍યાપક વિસ્‍તારોમાં હળવાથી મધ્‍યમ વરસાદ સાથે છૂટાછવાયા સ્‍થળોએ ભારે વરસાદની શક્‍યતા રહેશે.

૮-૯ જુલાઈ દરમિયાન વરસાદ અને પવનની સ્‍થિતિઃ મધ્‍ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં ગાજવીજ સાથે ૩૫ થી ૫૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ઝાપટાં સમયે ૬૦ કિમી/કલાક સુધી પહોંચી શકે છે.

અપેક્ષિત વરસાદનું વિતરણઃ ૬૦% વિસ્‍તારમાં ૨૫ મિમી સુધી, ૩૦% વિસ્‍તારમાં ૨૫ થી ૭૫ મિમી અને ૧૦% વિસ્‍તારમાં ૭૫ થી ૧૫૦ મિમી વરસાદ પડી શકે છે. અમુક સીમિત સ્‍થળોએ ૨૫૦ મિમીથી વધુ વરસાદની પણ શક્‍યતા છે.

૧૦ થી ૧૫ જુલાઈઃ આ દિવસો દરમિયાન માત્ર આઇસોલેટેડ થી છૂટાછવાયા વિસ્‍તારોમાં જ હળવો કે મધ્‍યમ વરસાદ જોવા મળશે.

મુખ્‍ય તારણઃ મધ્‍ય ભારત પરનું લો-પ્રેશર આગામી ૧૨ કલાકમાં નબળું પડી જશે. સમગ્ર દેશમાં ચોમાસું બેસી ગયા પછી Monsoon Trough હવે Axis of Monsoon તરીકે ઓળખાશે. ગુજરાતમાં હવે ભારે પૂર કે વ્‍યાપક આપત્તિજનક વરસાદની શક્‍યતા નહિવત છે.

Related posts

પંચાણું વર્ષ ની ઉંમર ના હેમકુંવર બા કોરોના ને માત આપી

Ahmedabad Samay

ટૂંક સમયમાં જ વોટ્સએપમાં એક એવું ‘ઓટો-ડિલીટ’ ટાઈમર ફીચર આવી રહ્યું

Ahmedabad Samay

LLB એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓએ પકોડા તળી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું,તાત્કાલિક અસરથી ગ્રાન્ટેડ કોલેજ શરૂ કરવા માંગ.

Ahmedabad Samay

જવેલર્સ લોબીમાં મંદી અને લૂંટના કારણે ભયનો માહોલ

Ahmedabad Samay

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ બોપલ, બોડકદેવ અને સરખેજમાં ખાબક્યો, હજૂ પડશે વરસાદ

Ahmedabad Samay

ઉત્તરાયણે દારૂ પી રહેલા લોકોને યુવકે રોકતા બંને શખ્સ ઉશ્કેરાયા અને યુવકની માર મારી હત્યા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો