આજ રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે સુરક્ષા પ્રદાન કરતા CISF અને હેલપિંગ હેન્ડ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે વન મોહત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરાયું હતું.
વન મહોત્સવ દરમિયાન અંદાજીત ૧૦૦ થી વધુ વૃક્ષ લગાવામાં આવ્યા હતા, આ વન મોહત્સવ દરમિયાન CISF ના ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય જવાનો ઉપસ્થિત રહ્યા હતા, કુબેરણગર વોર્ડના કાઉન્સિલર શ્રી કમિનીબેન ઝા, મનીષભાઈ જાધવ, સુનિલ રાય અને સંસ્થાના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મનીષભાઈ જાધવ એ વધુમાં જણાવ્યું હતું કે હાલની ગ્લોબલ પરિસ્થિતિને જોઈ વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ જેથી આવનાર પેેેઢીને મદદરૂપ થાય અને વૃક્ષોના કારણે સ્વચ્છ અને સુંદર વાતાવરણ મળી રહે.