August 7, 2026
અપરાધગુજરાત

સરખેજ વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં ૩ રાઉન્ડ ફાયરીંગની ઘટના બની,CCTVમાં ઘટના થઇ કેદ

સરખેજ વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં યુવકના ઘરને સળગાવાનો પ્રયાસ કરી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.સરખેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે  સીસીટીવી દ્રશ્યોમાં દેખાતા બાઇક પર આવેલા શખ્સો વહેલી સવારે એક યુવકના ઘરની બહાર આંતક મચાવી રહ્યા છે.

આ ઘટનાની વિગત મુજબ સરખેજ પાસે આવેલી તાજપીરના ટેકરા પાસે રહેતા સરફરાજખાન પઠાણના ઘરે વહેલી સવારે બાઇક પર પાંચ થી છ શખ્સો આવી બીભત્સ ગાળો બોલતા હતા.

જેમાંથી એક શખ્સ ઘર પર પેટ્રોલ કે ડીઝલ વાળો કેરબો ફેંકી ઘરને સળગાવાનો પ્રયાસ કર્યો હતો..ત્યાર બાદ સરફરાજખાન સહિત પરિવારના લોકો ઘરની બહાર નીકળતા જ એક આરોપી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.જોકે ફાયરિંગમાં કોઈને જાનહાનિ થઈ નથી.પરતું ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા.

પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે ફરિયાદી સરફરાજખાનનો પુત્ર સલમાન પઠાણ અને આરોપી મુદ્દરસરખાન વચ્ચે એક વર્ષ પહેલાં બીટકોઈન કે કોલસેન્ટરના લીડના પૈસાની લેતીદેતી લઈ અદાવત ચાલી રહી છે.જેને લઈ આરોપી મુદ્દરસર ખાનએ સલમાન પર જાન થી મારી નાખવાની ધમકી ભર્યો એક મેસેજ કર્યો હતો જેને લઈ વહેલી સવારે સલમાના ઘર પર હુમલો કર્યો હતો.જોકે થોડા દિવસ પહેલા જ ફરિયાદી સરફરાજખાન ઘર માં પડેલી રીક્ષા પણ સળગાવી દીધી હતી.

૧૫ દિવસમાં બીજી વખત ઘર સળગાવાનો પ્રયાસ કરતા પરિવાર પણ ડરી ગયો છે.ત્યારે સરખેજ પોલીસે હત્યાનો પ્રયાસ અને ફાયરિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.આ સમગ્ર ધટનામાં પોલીસે એફ.એસ.એલની મદદ લીધી છે.સાથે જ સીસીટીવી ના આધારે આરોપીને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

Related posts

ઓગણજ નજીક આવેલા એક પાર્ટી પ્લોટમાંથી એક વિધર્મી યુવક ઝડપાયો,હિન્દુ નામ ધારણ કરીને પ્રવેશ્યો હોવાનું સામે આવ્યું

Ahmedabad Samay

કલેકટર કચેરી ખાતે કોરોના મૃતકના સહાય ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

Ahmedabad Samay

ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ કઠવાડા ખાતે નવરાત્રિ નુ સુંદર મજા નુ આયોજન કરવામાં આવ્યું છે.

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, જાણો સાપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ડ્રાઈવ, ગેરકાયદેસર પાર્કિંગ મામલે બિલ્ડીંગોને નોટિસો, રોડ પર દબાણો હટાવાયા

Ahmedabad Samay

ધમાકેદાર વરસાદી માહોલ વચ્‍ચે હવે મેઘરાજા ધીમે-ધીમે વિરામ તરફ આગળ વધી રહ્યા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો