September 23, 2026
દેશ

કેન્‍દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્‍ય બજેટ ૨૦૨૩ રજૂ કર્યું

કેન્‍દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્‍ય બજેટ (આમ બજેટ ૨૦૨૩) રજૂ કર્યું. નાણામંત્રીએ કહ્યું કે ભારતીય અર્થવ્‍યવસ્‍થા એક ચમકતો તારો છે. તેમણે માહિતી આપી હતી કે ગરીબ અનાજ યોજનાને એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ દરમિયાન નાણામંત્રીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે ૭ લાખની આવક થાય ત્‍યાં સુધી કોઈ ટેક્‍સ નહીં લાગે. તેમણે નવા ટેક્‍સ સ્‍લેબની પણ જાહેરાત કરી હતી.

બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે PAN હવે રાષ્‍ટ્રીય ઓળખ કાર્ડ તરીકે ઓળખાશે. બજેટમાં ઈલેક્‍ટ્રિક વાહનો, ઓટોમોબાઈલ, રમકડાં અને દેશી મોબાઈલ સસ્‍તા થવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્‍યારે, ચિમનીપીસ, કેટલાક મોબાઈલ ફોન અને કેમેરા લેન્‍સ, સિગારેટ સોનું, ચાંદી, પ્‍લેટિનમ મોંઘા થશે.

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે ૨૦૧૪થી સરકારના પ્રયાસોએ તમામ નાગરિકોના જીવનમાં સુધારો કર્યો છે. માથાદીઠ આવક બમણીથી વધુ વધીને રૂ.૧.૯૭ લાખ થઈ છે. આ ૯ વર્ષોમાં ભારતીય અર્થવ્‍યવસ્‍થા કદમાં ૧૦મા સ્‍થાનેથી ૫મા સ્‍થાને પહોંચી ગઈ છે. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા કળષિ સ્‍ટાર્ટઅપ્‍સને પ્રોત્‍સાહિત કરવા માટે કળષિ ફંડ બનાવવામાં આવશે. સાથે જ પ્રવાસનને પ્રોત્‍સાહન આપવા માટે મિશન મોડ પર કામ કરવામાં આવશે.

આગામી વર્ષે લોકસભાની ચૂંટણીને કારણે આ બજેટ મોદી સરકાર માટે ખૂબ મહત્‍વનું માનવામાં આવતું હતું. સામાન્‍ય ચૂંટણી પહેલા મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હોવાથી લોકો અને કોર્પોરેટ સેક્‍ટરને પણ તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી.

બજેટ ૨૦૨૩માં મધ્‍યમ વર્ગ બેટ-બેટ બની ગયો છે. આવકવેરા મુક્‍તિ મર્યાદા વધારીને ૩ લાખ રૂપિયા કરવામાં આવી છે. આવકવેરા સ્‍લેબની સંખ્‍યા ઘટાડીને ૫ કરવામાં આવી છે. વ્‍યક્‍તિગત આવક પર નવા ટેક્‍સ સ્‍લેબની જાહેરાત કરતા સીતારમણે કહ્યું કે વાર્ષિક ૩ થી ૬ લાખ રૂપિયાની કમાણી કરનારાઓએ ૫્રુ ટેક્‍સ ચૂકવવો પડશે. ૬ થી ૯ લાખ રૂપિયાની આવક પર ૧૦% આવક વેરો લાગશે. ૯ લાખથી ૧૨ લાખ રૂપિયાની આવક પર ૧૫્રુ, ૧૨ લાખથી ૧૫ લાખ રૂપિયા પર ૨૦% અને ૧૫ લાખ રૂપિયાથી વધુની આવક પર ૩૦% ટેક્‍સ લાગશે. ઈન્‍કમ ટેક્‍સ રિબેટ વધારીને ૭ લાખ રૂપિયા કરવામાં આવી છે. બજેટ રજૂ કરતાં સીતારમણે વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓને પણ સારા સમાચાર આપ્‍યા. સિનિયર સિટીઝન એકાઉન્‍ટ સ્‍કીમની મર્યાદા ૪.૫ લાખથી વધારીને ૯ લાખ કરવામાં આવશે. આ સાથે જ મહિલા સન્‍માન બચત પત્ર યોજના શરૂ થશે. જેમાં મહિલાઓને ૨ લાખની બચત પર ૭.૫% વ્‍યાજ મળશે.

બજેટ ૨૦૨૩ની નવી કર વ્‍યવસ્‍થામાં આવકવેરા મુક્‍તિ મર્યાદા વધારીને ૭ લાખ રૂપિયા કરવામાં આવી છે. કરદાતાઓને રાહત આપતા સીતારમણે કહ્યું કે ૩ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્‍સ લાગશે નહીં. મહિલા સન્‍માન બચત પત્ર માર્ચ ૨૦૨૫ સુધી ઉપલબ્‍ધ રહેશે, મહિલા અથવા બાળકીના નામે બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.

Related posts

મુગલ-એ-આઝમ “ દિલીપ કુમાર ” નું નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું

Ahmedabad Samay

મનસુખ માંડવિયાએ અચાનક મુલાકાતમાં જયારે તેઓ બેન્ચ પર બેસવા જતા હતા ત્યારે સુરક્ષાકર્મીએ ડંડો માર્યો હતો

Ahmedabad Samay

ભારતની શક્‍તિશાળી સેનાએ રાત્રે ૧.૩૦ વાગ્‍યે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્‍તાનમાં ૧૦૦ કિમી અંદર ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ

Ahmedabad Samay

CBSE ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષા લેશે

Ahmedabad Samay

મણિપુરમાં બનેલ ઘટનાની તમામ માહિતી,એક આરોપીની થઇ ધરપકડ,PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

દેશમાં ચાલી રહેલ કઠોર આર્થિક સંકટનો સંકેત:PM એ જનતાને કરી અપીલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો