August 7, 2026
અપરાધ

સુરત ના કતારગામ વિસ્તાર માં પતિએ પત્ની ને જીવતી સળગાવી દીધી

સુરત ના કતારગામ વિસ્તાર માં આવેલી ધ્રુવ તારક સોસાયટી માં રહેતા પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો..જેને લઈ પતિ એ આવેશ માં આવી જઈ પત્ની પર જ્વલનશીલ પદાર્થ નાખી દીવાસળી ચાંપી દેતા ગંભીર રીતે દાજી ગઇ હતી..પત્ની નું ટૂંકી સારવાર દરમ્યાન મોત થતા પોલીસે પતિ ની ધરપકડ કરી હતી સુરત માં પતિ પત્ની નો ઝગડો ક્રૂર બન્યો હતો..સુરત ના કતારગામ વિસ્તાર ની.ધ્રુવ તારક સોસાયટી કાજલ અને કિશોર બને દંપતી રહેતા હતા.. બંનેના 10 માસ પહેલા લગ્ન થયા હતા જોકે લગ્ન બાદ પતિ પત્નીમાં અણ બનાવ રહેતો હતો જેથી પત્ની કાજલ બે વખત પોતાના પિયર મુંબઈ ખાતે જતી રહી હતી તો કે ત્યારબાદ પતિ સમાધાન કરી સુરત ખાતે લાવ્યો હતો.. ત્યારબાદ પતિ પત્ની બંને સાથે રહેતા હતા ગત રાત્રીના રોજ જમવા બાબતે તકરાર થઈ હતી અને ત્યારબાદ શરીર સુખ બાબતે પણ તકરાર થઈ હતી અને રાત્રિના સમયે કાજલ એ છાતીમાં દુખાવો થતા હોવાની ફરિયાદ કરી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડા ના કારણે આવેશ માં આવેલા પતિ કિશોરે પત્ની પર જ્વલનશીલ પદાર્થ નાખી આગ ચાંપી દીધી હતી..જોત જોતા મા કાજલ ગંભીર રીતે દાજી ગઈ હતી..તેથી તેનો.પતિ કિશોર તાત્કાલિક સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં લઈ ગયો હતો..જોકે ત્યાં પોલીસ ને પતિ કિશોરે એવું જણાવ્યું હતું કે પત્નીએ એ આપઘાત કરવા માયે અગ્નિ સ્નાન કર્યું છે..જોકે પોલીસે કાજલ ની જુબાની લેતા કાજલ જણાવ્યું હતું કે તેમના પતિએ જ આગ ચાંપી છે …આ ઘટના મા ગંભીર રીતે દાજી ગયેલ કાજલ નું સારવાર દરમ્યાન મોત થતા પોલીસે પતિ કિશોર પટેલ ની હત્યા ના ગુના માં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Related posts

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા ૧૩૧ બાંગ્‍લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે કાર્યવાહી કરી

Ahmedabad Samay

શહેરમાં ૨૪ કલાકમાં જ બે ફાયરિંગની ઘટના, વસ્ત્રાલ બાદ રિલીફ રોડપર થઇ ફાયરિંગ

Ahmedabad Samay

એક બાજુ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ: તો બીજી બાજુ ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે થઈ મોટાપાયે માથાકૂટ

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

ધોરણ ૧૧માં ભણતી તરુણીને મામાના મિત્રએ કરી હેરાન: છેડતીની પરિવારમાં જાણ થતાં પોલીસમાં નોંધાવી ફરિયાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો