June 24, 2026
ગુજરાતતાજા સમાચાર

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરપાલિકા બજેટ સભામાં 49 કરોડ ની આવક અને એક કરોડની પુરાત વાળું બજેટ મંજુર કરાયું

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરપાલિકા બજેટ સભામાં 49 કરોડ ની આવક અને એક કરોડની પુરાત વાળું બજેટ મંજુર કરાયું

 દેવગઢ બારીયા નગરપાલિકામાં વિવિધ વિકાસના કામો અગ્રેસર નગરપાલિકા દેવગઢબારિયા દ્વારા નગરના ઇતિહાસમાં પહેલીવાર 49 કરોડની આવક સાથે એક કરોડ સાત લાખની પુરાત વાળું બજેટ આજરોજ દેવગઢ બારીયા નગરપાલિકા સભાખંડની સામાન્ય સભામાં પ્રમુખ ડોક્ટર ચાર્મી નીલ સોની દ્વારા રજુ કરવામાં આવ્યું હતું આ બજેટમાં સામાન્ય સભા માં કુલ 14 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બાકીના ગેરહાજર રહ્યા હતા
નગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે અને હાલ 26 તારીખે ચાલુ બોડીની મુદત પૂર્ણ થઈ રહી છે આવા સમયમાં એકાએક બજેટ ની મીટીંગ નગરપાલિકા પ્રમુખ દ્વારા રાખવામાં આવી હતી જેમાં નગરની પ્રાથમિક સુવિધા પાણી લાઈટ સફાઈ ગટર અને પ્રવાસન અને બાંધકામ વિભાગના વિવિધ કામોના આગોતરા આયોજન સાથે 49 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં પાણી પુરવઠામાં સાત કરોડ રૂપિયા જેમાં નળ શે જળ યોજના અંતર્ગત 2 પાણી ની ટાંકી 6 લાખની એક 10 લાખ લિટરનો પાણીનો સંપ કામગીરી હાલ પ્રગતિમાં છે જેથી નગરમાં આતરે દિવસ મળતું પાણી સ્ટોરેજ કેપેસિટી વધવાથી રોજ મળતું તશે
લાઇટમાં નગરમાં વર્ષો જૂની જીઈબીના થાંભલા ની એલઇડી લાગેલી હતી જેને ગાડીને નગરમાં અંડરગ્રાઉન્ડ વાયરીંગ સાથેની નવીન પોલ સાથે ઊભી કરવામાં આવી છે
અને આગામી બજેટમાં પણ જે વિસ્તાર બાકી રહી ગયો છે ત્યાં નવી સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવશે જેની જોગવાઈ કરવામાં આવી
સફાઈ મતે નગર પાલિકા વિસ્તારમાં નગરમાં ડોર ટુ ડોર કલેક્શન સો ટકામાં થાય તેવા આગામી સમયમાં પ્રયત્ન કરવામાં આવશે ન્યુસેન્સ સાફ કરી ડસ્ટબીન મૂકવામાં આવશે નગરજનોને 40 રૂપિયામાં બે ડસ્ટબીન ભિંના કચરા સૂકા કચરા ની આપવામાં આવશે
જ્યારે ગટર વ્યવસ્થામાં ફેસ ટુ ની દરખાસ્ત કરી દસ કરોડ રૂપિયાની નવા ડેવલપમેન્ટ થયેલા જૂના વિસ્તાર મકાનની પાછળના ભાગે ભૂગર્ભ ગટર બનવા માં આવશે
જ્યારે દેવગઢ બારિયા નગર પ્રવાસન તરીકે વિકસે તેવા અમૃત સેવપ 1-2-3 કુલ સાત કરોડ રૂપિયાનો બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે નગરપાલિકા કચેરી ની બાજુમાં મ્યુઝિયમ બનાવવા માટે બે કરોડનું આગવી ઓળખમાં દરખાસ્ત કરવામાં આવી છે
જ્યારે બાંધકામ વિભાગ વિવિધ સ્થાનિકજરૂરિયાત માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજનામાં બે કરોડ અને 15 માં નાણાપંચ ટાઇડ અને અન ટાઇડ માં 5.5 કરોડ ની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે એમ કુલ 49 કરોડની આવક સાથે એક કરોડ સાત લાખનું પૂરાંતવાળું બજેટ આજરોજ નગરપાલિકાની સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યું હતું જે બહુમતીએ મંજૂર કરવામાં આવ્યું છે

Related posts

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા દ્વારા ઈસકોન ચાર રસ્તા ખાતે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ભવ્ય સન્માન સમારોહ કરાયું

Ahmedabad Samay

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અટલ ફૂટ ઓવરબ્રિજ ટૂંક સમયમાં જ લોકો માટે ખુલ્લો મૂકાશે

Ahmedabad Samay

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

બ્રિટિશ સરકાર દ્વારા ઇસ.૧૮૮૯માં બનાવેલ પોલીસ ચોકીનું સમારકામ હાથધરાયું

Ahmedabad Samay

ખાનગી લેબોરેટરીમાં હવે ૨૫૦૦રૂ.માં થશે કોરોના ટેસ્ટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો