પોરબંદર જીલ્લા કલેકટર અશોક શર્માનાં અધ્યક્ષ સ્થાને આરોગ્યલક્ષી યોજનાઓની સમિક્ષા બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં ગર્વનીંગ બોડી, મેટરનલ ડેથ એન્ડ ચાઇલ્ડ ડેથ, ડીસ્ટ્રીકટ ટી.બી. ફોરમ મીટીંગ, ડીસ્ટ્રકીટ કવોલીટી એસ્યોરન્સ કમિટીની મીટીંગ યોજાઇ હતી. જેમા સંલગ્ન વિભાગના ડોકટર્સ અને આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત હેલ્થ માટેનુ વિઝન પોરબંદર@-૨૦૪૭ હેઠળ જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને જિલ્લાના સરકારી તબીબો સાથે બેઠક યોજાઇ હતી. આગામી દિવસોમા હેલ્થનુ વિઝન પોરબંદર@-૨૦૪૭ તૈયાર કરવા તબીબોની ટીમ બનાવાશે.
વિઝન પોરબંદર-૨૦૪૭ પબ્લિક હેલ્થ એન્ડ સીક્યુરીટી અંતર્ગત યોજાયેલ બેઠકમાં વર્ષ ૨૦૪૭ માટે મોકળા મને વિચાર કરાયો હતો. જિલ્લા કલેકટર અશોક શર્માએ પોતાના વિચાર રજુ કરવાની સાથે ડોકટર્સની અલગ અલગ ટીમ બનાવીને વિઝન નક્કી કરવા સુચન કરાયુ હતું.
અપગ્રેડ, એવર, ઇ-હેલ્થ, લાઇફ સ્ટાઇલ તથા એપ્રોચના મંત્ર સાથે તૈયાર કરાયેલ હેલ્થના વિઝનમાં તમામ ડોકટર્સ, નિષ્ણાંતો, પ્રોફેસર્સ પોતાના વિચારો રજુ કરી શકે છે.
દરેક મેડિકલ ઓફિસર પોતાના પ્રાથમિક-સામુહિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આરોગ્યલક્ષી વિઝન તૈયાર કરી શકે, પોરબંદર જિલ્લામાં સૌથી વધુ જોવા મળતા રોગનો અભ્યાસ કરી તેમા સુધારો લાવવો, નેશનલ હેલ્થ પોલીસીનો તથા ઇન્ટરનેશનલ હેલ્થનો અભ્યાસ કરવો. વર્ષ ૨૦૪૭ સુધીમાં આરોગ્ય લક્ષી કાયદાઓમાં બદલાવ માટેના સુચનો આપવા. જે દેશમાં હેલ્થ સિસ્ટમ સારી હોય તેનો નેટના માધ્યમથી અભ્યાસ કરવો. સબ બ્લોક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સીવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સેવા, વિવિધ સાધનો, સ્ટાફ માટે વિઝન તૈયાર કરવુ, કોરોના જેવી વૈશ્વિક મહામારી આવે તો તે માટે ઝડપી કામગીરી માટે તૈયાર રહેવુ, આવનાર વર્ષોમાં વિવિધ રોગોમાં સુધારો લાવવા માટે અને રોગમુક્ત જીવન માટે દૈનિક જીવનમાં શું ફેરફાર કરવો, પર્યાવરણ અને વાતાવરણની મનુષ્યજીવનમાં થતી અસરનો અભયાસ કરી તેમા બદલાવ માટે વિઝન તૈયાર કરવું. આ માટે મેડીકલ ઓફિસર સહિત ડોકટર્સ, નિષ્ણાંતો પોતાના સુચનોની સુચી તૈયાર કરી વિઝન-૨૦૪૭મા મુકી શકે છે.
ઉકત મીટીગોમાં વિઝન ૨૦૪૭ ની ચર્ચા કરવામાં આવેલ અને હેલ્થ ડીપાર્ટમેન્ટ માં ૨૦૪૭ સુધીમાં કઇ રીતે વધું સારી સેવાઓ જીલ્લાનાં લોકોને આપી શકાય તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. ૧૦૦ દિવસમાં પુર્ણ કરવાના થતા કામોનાં હેલ્થ ઇન્ડીકેટરો જેવા કે, પ્રધાનમંત્રી ટી.બી. મુકત ભારત, ૦ થી ૧૮ વર્ષ નાં બાળકોને શાળા આારોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય કાર્યક્રમમાં આવરી લેવા, નવા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત કરવા, મીઝલ્સ રૂબેલાનાં બીજા ડોઝ આપવા, દિવ્યાંગો માટે નિદાન સારવાર કેમ્પ, PMJAY-MA યોજના હેઠળ લાભાર્થીઓને વ્યકતીગત આયુષ્માન કાર્ડ આપવા તથા ડીજીટલ હેલ્થ મીશન અંર્તગત આયુષ્માન ભારત હેલ્થ રેકર્ડ (ABHA) કાર્ડ કાઢવાની કામગીરી, ગંભીર એનીમિયાવાળા સગર્ભા માતાની ઓળખ કરીને તેમની સમયસર સારવાર કરી માતા મરણમાં ઘટાડો કરવાનું આયોજન, ટેલી મેડીસીનનો વ્યાપ વધારવો, નવજાત શીશુની ગૃહ મુલાકાત, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનાં લાભાર્થીઓને લાભ વગેરે જેવી બાબતની ચર્ચા કરવાની સાથે સમયમર્યાદામાં કામગીરી કરવા શ્રી અશોક શર્મા સાહેબએ સુચન કર્યુ હતુ. તેમજ ફેમીલી પ્લાનીંગ, NTEP અને લેપ્રસી પ્રોગ્રામ, વાહકજન્ય રોગ અને પાણીજન્ય રોગ, બ્લાઇન્ડનેશ કન્ટ્રોલ પ્રોગ્રામ, જીલ્લાનાં જાતિ પ્રમાણદર અંગેની વિગતવાર ચર્ચા કરાઇ હતી.
ગુજરાત સરકારની મેલેરિય મુકત ગુજરાતની થીમ પર કઇ રીતે આગળ વધી જીલ્લા માંથી કઇ રીતે મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગને નાબુદ કરી શકાય તેની ચર્ચા કરાઇ હતી. સમાજમાં દિકરા દિકરી વચ્ચે નો ભેદભાવ દુર થાય તે માટે વધુંને વધું લોક જાગૃતિનાં પ્રયત્નો કાર્યરત રાખવા. મીટીંગમાં જીલ્લા વિકાસ અધિકારી બી.ડી.નીનામા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.બી.કરમટા, સિવિલ સર્જન ડો. લીઝા ધામેલીયા, જીલ્લા ક્ષય અધિકારી ડો. શીમા પોપટીયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરનાં ડોકટરો, તાલુકા હેલ્થ અધિકારીશ્રીઓ હાજર રહેલ હતા.