અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને બલરામ થવાણીને સારવાર અર્થે હાલ અમદાવાદની એપોલો હોસ્પિટલ ખસેડાયા છે.
કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે. રોજ નવા કેસો સામે આવી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ નવા 438 જેટલા નવા કેસ સામે આવ્યા છે ત્યારે અમદાવાદમાં જ 299 કેસ સામે આવ્યા હતા. ત્યારે હવે નેતાઓ પણ કોરોમાં સપડાઈ રહ્યા છે.