September 22, 2026
તાજા સમાચાર

ઉનાના કેસરિયા પાસે ઓવર બ્રિજ ઉપર તથા નીચે બંને સર્વિસ રોડ બિસ્માર હાલત ધૂળની ડમરીઓ કાકરી ઉડતા વારંવાર અકસ્માતની ઘટના બને છે. તાત્કાલિક રોડનું સમારકામ કરવાં લોકોની માંગ

સોમનાથ થી નિકળો અને દીવ જવું હોય તો ઉનાના કેસરિયા ચોકડી પર જવું પડે પણ અહીં કેસરિયા ચોકડીનાં બંને સર્વિસ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. બંન્ને રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી વારંવાર અકસ્માતની ઘટના તેમજ વાહન સ્લીપિંગનાં બનાવો વધી રહ્યા છે. તેમજ ઓવર બ્રિજ નીચે ચોકડીથી વાહનો ચારેય દિશામાં સતત અવર જવર થતા હોય ત્યારે વધુ અક્સ્માત સર્જાતા હોય તેમજ કોઈ પ્રકારનાં બેરીકેડ કે કોઇજાતના સુચનો હાઈવે તંત્ર દ્વારા પણ મુકવામાં આવ્યા નથી. અને બ્રિજ નીચેથી વાહનો પસાર થાય ત્યારે ધૂળ, કાંકરી ઉડીને લોકોના મોઢા પર લાગે છે. તેવા ભય હેઠળ વાહન ચાલકો, રાહદારી, ખેડુતો સહીત લોકો પસાર થાય રહ્યા છે. ગામ લોકોનો આક્ષેપ કરી રહ્યા છે કે વારંવાર રસ્તા પર પડેલ ખાડામાં કોકરીટ પાથરી જતાં હોય પરંતું બે દિવસમાં એની એજ હાલત રસ્તાની થઈ જાય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. લાંબા સમયથી બ્રિજ તો બની ગયો છે પણ જેમાં બંને બાજુ સર્વિસ રોડ ખરાબ હાલતમાં હોવા છતાં કોઈપણ કોન્ટ્રાકટર રસ્તાની હાલત જોવા ફરકયુ નથી. તેમજ હાઈવે ઓવર બ્રિજની ઉપર પર જે કામ થવું જોઈએ તે પણ અધૂરૂ છોડી દેવામાં આવેલ. નવાઈની વાત તો એ છે કે સોમનાથ -ભાવનગર નેશનલ હાઈવે પરથી અનેક અધિકારીઓ પદાધિકારીઓ પસાર થતા હોય છે ત્યારે આ કેસરિયા ચોકડીની ખરાબ હાલત નહીં દેખાતી હોય અને આ બાબતે કોઈ વાત પણ સાંભળતા નથી તેવા પ્રશ્નો લોકોમાં ઉઠવા પામેલ. નેશનલ હાઈવે પર આવેલ કેસરિયા-દીવ ચોકડી પર સર્વિસ રોડ પર બિસ્માર રસ્તાને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તથા રસ્તા પર બેરીકેડ મુકવા પડે ત્યા વહેલી તકે બેરીકેડ મુકી જરૂરી સૂચનોના બોર્ડ મુકવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે ગ્રામ પંચાયત સદસ્યના પ્રતિનિધિ નરશીભાઈ શીગોડે જણાવેલ કે અહીં ઓવર બ્રિજ બન્યો ત્યારે બન્ને સાઈડોમાં સર્વિસ હોય તે બિસ્માર હાલતમાં હોવાથી ભારે મુશ્કેલી પડતી હોય આ બાબતને તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે. એક વર્ષ થઈ ગયેલ હોવા છતાં બેરા કાને અથડાઈ છે જેથી તંત્ર દ્વારા જાગૃતતા દાખવી સત્વરે આ પ્રશ્નને ઉકેલવા માંગ કરી હતી.

Related posts

ટૂંક સમયમાં ભારતીય ચલણ ડોલરની જગ્યા લઇ શકે છે,૧૮ દેશો ભારતીય નાણાંમાં વેપાર કરવા તૈયાર

Ahmedabad Samay

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સહમતિ સધાયાના થોડા જ કલાકોમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું

Ahmedabad Samay

પૂનમ પાંડે, મોડેલ અને રિયાલિટી ટીવી સ્ટાર, સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી

Ahmedabad Samay

તીર્થરાજ  પ્રયાગથી ભારતને હિંદુ રાષ્‍ટ્ર બનાવવાની કલ્‍પના સાકાર કરવાની દિશામાં સાધુ-સંતોએ કામ શરૂ કર્યું

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

જો રાહુલ માફી નહીં માંગે તો તેમની સામે સસ્‍પેન્‍શનની કાર્યવાહી કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો