August 12, 2026
તાજા સમાચારદેશ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સહમતિ સધાયાના થોડા જ કલાકોમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સહમતિ સધાયાના થોડા જ કલાકોમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા, અખનૂર, ચાંબ અને ભીમ્બર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પર સીઝફાયર તોડ્યું છે.
અહેવાલો અનુસાર, જમ્મુના ઉધમપુર પર ફરીથી ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો, જ્યારે ગુરુવારે સાંજે શ્રીનગરમાં વિસ્ફોટો થયા બાદ સાયરન વાગવા લાગ્યા અને બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું. આ હુમલાઓ એવા સમયે થયા જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અંગે સહમતિ સધાઈ હતી.

આ હુમલાઓ ગુરુવારે રાત્રે શરૂ થયા હતા, જેમાં રામગઢ, જેસલમેર અને પોખરણને નિશાન બનાવવામાં આવ્યા હતા, અને શુક્રવારે બાડમેરનો પણ લક્ષ્યાંકિત વિસ્તારોમાં સમાવેશ થયો હતો. આ ઉપરાંત, રાજસ્થાનના બાડમેરમાં આવનારા હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના બારામુલા અને બડગામ બાજુથી ગોળીબારના અવાજો પણ સંભળાયા હતા.
પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે કહ્યું હતું કે તેમનો દેશ માને છે કે આ પગલું પ્રદેશમાં રહેલી સમસ્યાઓના ઉકેલ અને શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા તરફની યાત્રામાં એક નવી શરૂઆત છે.

Related posts

જ્યોતિરાદિત્ય સિંધિયા યુક્રેનથી બુકારેસ્ટ થઈને દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા ભારતીય નાગરિકો સાથે વાતચીત કરી હતી.

Ahmedabad Samay

LIVE બજેટ- શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ, ચૂંટણીમાં શિક્ષણ વિપક્ષ માટે મોટો મુદ્દો હતો

Ahmedabad Samay

દુબઇમાં એશિયન યુ-ર૦ એથ્‍લેટિકસ ચેમ્‍પિયનશીપમાં ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન રહ્યું

Ahmedabad Samay

માત્ર 6 મહિનામાં આ દેશ પર થયા 1800થી વધુ આતંકી હુમલા, જાણીને હચમચી જશો

Ahmedabad Samay

મારુતિ લોન્ચ કરશે ઇલેક્ટ્રિક મારુતિ 800

Ahmedabad Samay

નેપાળ સરકારે પ્રવાસીઓ તથા ઉદ્યોગપતિઓ માટે ચલણી નોટો અને વિદેશી મુદ્રાના ઉપયોગ અંગે અત્યંત મહત્વપૂર્ણ નવા દિશાનિર્દેશો જારી કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો